• Home
  • News
  • રશિયાનો બહિષ્કાર:દુનિયાના ઘણા દેશો પછી હવે ફેસબુકે કર્યો રશિયાનો બહિષ્કાર, Meta રશિયાના સરકારી મીડિયાને બ્લોક કરશે
post

કેનેડામાં પણ ટેલિકોમ ઓપરેટર્સે RT ચેનલ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-01 11:33:58

રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ફેસબુકની પેરન્ટ કંપની Metaએ મોટો નિર્ણય લીધો છે. મેટા રશિયાની મીડિયા RT અને Sputnikને યુરોપિયન યુનિયનમાં બ્લોક કરશે. આ વાતની માહિતી મંગળવારે કંપનીના ગ્લોબલ અફેર હેડ નિક ક્લેગીએ આપી છે.

મેટા પોતાનાં તમામ પ્લેટફોર્મ પર રશિયાના સરકારી મીડિયા આઉટલેટ RT અને Sputnik પર પ્રતિબંધ લગાવશે. નિક ક્લેગીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કંપનીને યુરોપીય યુનિયન અને ઘણી સરકારમાંથી રિકવેસ્ટ આવી છે.

યુરોપમાં માગણી થઈ રહી છે
સરકારોએ મેટાને રશિયાનાં સરકારી મીડિયા પ્લેટફોર્મ્સ અંગે પગલાં લેવાની વાત કહી છે. ક્લેગે જણાવ્યું હતું કે મેટા આ સમસ્યા પર સરકારો સાથે મળીને કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યુરોપીય યુનિયને રવિવારે રશિયાને સરકારી મીડિયા નેટવર્ક RT અને Sputnik પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી.

ગૂગલે પણ પ્રતિબંધ લગાવ્યો
કેનેડામાં પણ ટેલિકોમ ઓપરેટર્સે RT ચેનલ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. યુક્રેન અને રશિયાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ટેક કંપનીઓ માટે રશિયાનું મીડિયા કવરેજ એક મોટી સમસ્યા છે. જોકે બીજી તરફ રશિયા આ હુમલાને સ્પેશિયલ ઓપરેશન કહી રહ્યું છે. મેટા સિવાય યુટ્યૂબ અને ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઈન્કે પણ રશિયાની સરકારી મીડિયાની વિરુદ્ધ પગલાં ભર્યાં છે.

ટ્વિટર અને ફેસબુકને અસર થઈ
યુટ્યૂબે રશિયાની મીડિયા ચેનલ્સને એડ્સથી થતી કમાણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ ગૂગલે પણ ઘણા પ્રકારનાં પગલાં લીધાં છે. ટ્વિટરે વર્ષ 2017થી જ RT અને Sputnikને એડવર્ટાઈઝમેન્ટથી બેન કર્યા છે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ટેક કંપનીઓ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. રશિયાની ટેક કંપનીઓની વિરુદ્ધ ઘણા સખત પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ટ્વિટર અને ફેસબુકના એક્સિસને રશિયાએ સીમિત કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post