• Home
  • News
  • ખુલાસો:રશિયાએ 1961માં સૌથી શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરી લીધું હતું, વીડિયો જાહેર કરી વિશ્વને હવે જણાવ્યું
post

અમેરિકાએ 1945માં હિરોશિમા પર 4400 કિગ્રા વજનનો બોમ્બ ઝીંક્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 09:48:05

રશિયાએ હવે ખુલાસો કર્યો છે કે તેણે 1961માં એક હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યુ હતું. તે દુનિયાનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ હતો. રશિયાએ આ વિસ્ફોટનો ક્યારેય ખુલાસો કર્યો નહોતો. ગત અઠવાડિયે પરમાણુ ઉદ્યોગની 75મી વર્ષગાંઠ પર પરમાણુ એજન્સી રોસાટોમે યુટ્યૂબ ચેનલ પર 40 મિનિટનો વીડિયો અપલોડ કરી આ સત્યનો ખુલાસો કર્યો. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 1945માં હિરોશિમા પર 4400 કિગ્રા વજનનો બોમ્બ ઝીંક્યો હતો.

·         65 કિમી ઊંચાઈ સુધી આગ, 800 કિમી દૂરથી રાખ દેખાઈ

·         8 મીટર લાંબો, 2 મીટર પહોળો બોમ્બ 27 ટન વજનનો હતો. 1000 કિમી સુધી તેનો વિસ્ફોટ સંભળાયો.

·         સાર નામના બોમ્બને વિમાનથી પેરાશૂટના માધ્યમથી આર્કટિક સાગરના સેવેર્ની ટાપુ પર ઝીંકાયો.

·         વિસ્ફોટની 40 સેકન્ડમાં આગનો ગોળો 30 કિમી ઊંચાઈ સુધી પહોંચ્યો.

·         આગામી ક્ષણોમાં તે 65 કિમી ઊંચાઈ સુધી અને 90 કિમીના દાયરામાં ફેલાયો હતો. પાઈલટે 800 કિમી દૂરથી તેની રાખ જોઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post