• Home
  • News
  • જેસલમેરના રેતીના ઢુવા:10 દિવસમાં 9,500 પર્યટક; ગત વર્ષે કોરોના નહોતો ત્યારે 1થી 10 જાન્યુ. વચ્ચે 8,322 પર્યટક આવેલા
post

પહેલીવાર પર્યટકો કોઇ એજન્ટ કે એજન્સીની મદદ વિના સીધા પહોંચી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 10:59:22

રાજસ્થાનમાં કાતિલ ઠંડી વચ્ચે સમ અને ખુહડીના મખમલી રેતીના ઢુવા પર્યટકોથી ભરેલા છે. નવા વર્ષમાં અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગત વર્ષે 1થી 10 જાન્યુ. સુધીમાં 8,322 પર્યટક આવ્યા હતા જ્યારે આ વર્ષના પ્રથમ 10 દિવસમાં 9,500 પર્યટક આવી ચૂક્યા છે. સમમાં અંદાજે 125 રિસોર્ટ છે અને મોટાભાગના બુકિંગ ફુલ છે. સમના વેલકમ ડેઝર્ટ રિસોર્ટના સંચાલક હિન્દુ સિંહ સોઢા જણાવે છે કે સમના ઢુવા પર્યટકોથી ભરેલા છે. 15 ડિસે. બાદ પર્યટકો આવવાનો સિલસિલો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 15 હજારથી વધુ પર્યટકો પહોંચી ચૂક્યા છે. પર્યટકો વધતાં વ્યવસાયીઓને આશા છે કે માર્ચ સુધી આ રીતે સીઝન ચાલશે તો કોરોનાકાળમાં થયેલું નુકસાન સરભર થઇ જશે.

ટ્રેન્ડ બદલાયો: એજન્ટ વિના જ પર્યટકો ઢુવા સુધી પહોંચી રહ્યા છે
પહેલીવાર પર્યટકો કોઇ એજન્ટ કે એજન્સીની મદદ વિના સીધા પહોંચી રહ્યા છે. જેસલમેર ફરવા 30% પર્યટક જ જઇ રહ્યા છે. 70% પર્યટક સીધા સમના ઢુવાનો આનંદ લઇ રહ્યા છે.

હવે શું: રસીકરણ શરૂ થયા બાદ પર્યટનને વેગ મળશે
ડિસે.માં શરૂ થયેલો પર્યટકો આવવાનો સિલસિલો જારી છે. જાણકારોના કહેવા મુજબ, રસીકરણ શરૂ થયા બાદ વધુ લોકો પર્યટન પર નીકળશે. બધું બરાબર રહ્યું તો માર્ચ સુધી સીઝન સારી રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post