• Home
  • News
  • સઉદી અરામ્કોની આવકો 25 ટકા ઘટી, 16 અબજ ડોલર નફો નોંધાયો
post

કોરોના સંકટના લીધે અરામ્કોનો નફો 16.7 અબજ ડોલરમાં સમેટાઈ ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 10:14:22

દુબઈ: સઉદી અરબની ઓઈલ કંપની  સઉદી અરામ્કોની 2020ના પ્રથમ ત્રિમાસિકમાં આવકો 25 ટકા ઘટી છે. કોરોના સંકટના લીધે અરામ્કોનો નફો 16.7 અબજ ડોલરમાં સમેટાઈ ગયો છે. ગતવર્ષએ ત્રિમાસિકમાં કંપનીનો નફો 22 અબજ ડોલર હતો. આવકો ઘટ્યા બાદ કંપનીએ સમીક્ષા હેઠળ 18.75 અબજ ડોલર ચોખ્ખો નફો નોંધાવાની જાહેરાત કરી છે. 2020ના પ્રથમ ત્રિમાસિકમાં જે લિસ્ટેડ કંપની દ્વારા મેળવવામાં આવેલો સૌથી વધુ ચોખ્ખો નફો છે. 


અરામ્કોના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી અમીન નાસેરે જણાવ્યુ છે કે, ક્રૂડની વૈશ્વિક માગ પર કોરોના વાયરસની અસર થવાની સંભાવના છે. જેનાથી કંપનીની વાર્ષિક આવક અને ક્રૂડની કિંમતો પર પ્રેશર જળવાઈ રહેવાનો અંદાજ છે. સઉદી અરામ્કોમાં સઉદી અરબ સરકારનો હિસ્સો વધુ છે. સઉદી અરબ સરકારે દેશની ક્રૂડ મારફત આવકો 2020ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે 25 ટકા ઘટવાની આશંકા વ્યક્ત કરી હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post