• Home
  • News
  • સાઉદી-ઈરાન 7 વર્ષ બાદ ફરી એમ્બેસી ખોલશે:ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું- જલ્દી થશે, ઈદ પર વાતચીત બાદ લેવાયો નિર્ણય
post

સાઉદી અને ઈરાન વચ્ચે સમજૂતી કરીને ચીને યમનમાં યુદ્ધનો અંત લાવવાનો માર્ગ ખોલ્યો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-29 19:51:53

સાઉદી અરેબિયા અને ઈરાન થોડા દિવસોમાં એકબીજાની રાજધાનીમાં પોતાની એમ્બેસી ખોલવા જઈ રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાએ લેબનોનની રાજધાની બેરૂતમાં આ જાણકારી આપી. જોકે, અબ્દુલ્લાએ એમ્બેસી ખોલવાની તારીખ જાહેર કરી ન હતી.

તેમણે જણાવ્યું કે ઈદ પર સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત થઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમે થોડા દિવસોમાં દૂતાવાસ ખોલીશું. હકીકતમાં, બગડતા સંબંધો વચ્ચે સાઉદી અરેબિયા અને ઈરાને 2016માં રાજદ્વારી સંબંધો સમાપ્ત કર્યા હતા. આ પછી ગયા મહિને ચીને બંને વચ્ચે સમજૂતી કરાવી હતી.

ઈરાનના રાષ્ટ્રપતિ 12 વર્ષ બાદ સીરિયાની મુલાકાત લેશે
અબ્દુલ્લાએ એ પણ જણાવ્યું કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી 12 વર્ષ પછી સીરિયા જશે. 2011માં ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ઈરાનના રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત હશે. ઈરાન વર્ષોથી સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને બળવાખોરો સામે લડવામાં અને સત્તામાં રહેવા મદદ કરી રહ્યું છે. સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેના સંબંધો સુધરવાની સાથે મધ્ય પૂર્વમાં ઘણા સંઘર્ષો અટકવાની શક્યતાઓ છે.

હકીકતમાં, સાઉદી અને ઈરાન આરબ દેશો વચ્ચે વર્ચસ્વ માટે સ્પર્ધા કરી રહ્યા છે. સાઉદી અરેબિયા સુન્ની બહુમતી દેશ છે, જ્યારે ઈરાનની બહુમતી વસ્તી શિયા છે. આ કારણે બંને એકબીજાના વિરોધી રહ્યા છે. યમનમાં જ્યાં હુથી બળવાખોરોને ઈરાનનું સમર્થન મળ્યું હતું, ત્યાં સાઉદીએ સરકારને ટેકો આપ્યો હતો. આ જ સીરિયામાં જોવા મળ્યું હતું જ્યાં સાઉદીએ બળવાખોરોને મદદ કરી હતી અને ઈરાને બશર અલ-અસદની સરકારને ટેકો આપ્યો હતો. અલજઝીરાના જણાવ્યા અનુસાર હવે બંને દેશો વચ્ચેના સંબંધો સુધરવાની સાથે આશા છે કે તેમના કારણે અન્ય દેશોમાં જે સંઘર્ષ અને લડાઈ થઈ રહી છે તે બંધ થઈ જશે.

અમેરિકા જે ન કરી શક્યું તે ચીને કર્યું
ઘણા દેશોએ સાઉદી અને ઈરાન વચ્ચે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્ટરસેપ્ટ રિપોર્ટ અનુસાર, અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ જો બાઇડેને બે વર્ષમાં યમનનું ગૃહયુદ્ધ ખતમ કરવાનું વચન આપ્યું હતું. સાઉદી અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટને કારણે તે વચન પૂરું કરી શક્યું નથી. જે ચીને પુરી કર્યું છે.

11 માર્ચે ચીનની રાજધાની બેઇજિંગમાં ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ હતી. જે ચીને કર્યું હતું. હકીકતમાં, સાત વર્ષ પહેલા સાઉદી અરેબિયાએ ઈરાન માટે જાસૂસીના આરોપમાં 32 શિયા મુસ્લિમો વિરુદ્ધ ટ્રાયલ શરૂ કરી હતી. જેમાં 30 માત્ર સાઉદી અરેબિયાના નાગરિક હતા. ઈરાને બદલો લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ, સાઉદી અરેબિયાએ ડ્રગની દાણચોરીના આરોપમાં ત્રણ ઈરાની નાગરિકોને ફાંસી આપી હતી. બંને દેશો યુદ્ધની અણી પર પહોંચી ગયા. આ દરમિયાન અમેરિકા સાઉદીની મદદ માટે આવ્યું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હથિયારોની સપ્લાયની નીતિના કારણે અમેરિકાની મધ્ય પૂર્વમાં એવી કોઈ છબી નહોતી કે તેને શાંતિ સ્થાપવા માટે યોગ્ય માનવામાં આવે. જેનો ચીને ફાયદો ઉઠાવ્યો છે. સાઉદી અને ઈરાન વચ્ચે સમજૂતી કરીને ચીને યમનમાં યુદ્ધનો અંત લાવવાનો માર્ગ ખોલ્યો.

 

adv

Related News

post
post
post
post
post
post
post