• Home
  • News
  • ચાબૂક મારવાની સજાને ખતમ કર્યા બાદ કિંગ સલમાનનો નવો આદેશ- દેશમાં સગીરોને મોતની સજા નહીં આપવામાં આવે
post

કિંગ સલમાનના આદેશ બાદ દેશમાં ઓછામાં ઓછા 6 સગીરોની મોતની સજા ખતમ થઈ જશે, આ તમામ લઘુમતી શિયા સમુદાયના છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 11:46:46

રિયાદ : સાઉદી અરબના કિંગ સલમાને રવિવારે સગીરોને મોતની સજા ન આપવાનો આદેશ જાહેર કર્યો છે. દેશના એક ટોચના અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે. કિંગે 10 વર્ષની જેલ ભોગવી ચુકેલા લોકોના કેસની સમીક્ષા કરવા અને તેમની આગળની સજા માફ કરવાનો પણ આદેશ આપ્યો છે. છેલ્લા બે દિવસમાં અહીંયાની બે કઠોર સજાને ખતમ કરી દેવાઈ છે. શનિવારે અહીંયા આબૂક મારવાની સજા પર પ્રતિબંધ લગાવાયો હતો. સુપ્રીમ કોર્ટની સજાની પદ્ધતિ પર ટિપ્પણી કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. અહીંયા ચાબૂક મારવાની સજને જેલ અથવા દંડમાં ફેરવી દેવાઈ છે. 

એવું માનવામાં આવી રહ્યું છે કે કિંગ સલમાનના દીકરા અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના કારણે ઈસ્લામિક કાયદા હેઠળ કઠોર સજાની જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઈસ્લામિક કાયદા કટ્ટરપંથી વહાબી માન્યતાઓ પર આધારિત છે. દુનિયાના ઘણા દેશોમાં તેનું પાલન કરવામાં આવે છે.

ઓછામાં ઓછા છ લોકોના મોતની સજાને માફ કરાશે 
 
કિંગ સલમાનના આદેશ બાદ ઓછામાં ઓછા છ લોકોના મોતની સજા ખતમ થઈ જશે. આ તમામ લઘુમતી શિયા સમુદાયના છે. તમામની ઉંમર 18 વર્ષથી ઓછી છે. જો કે, સગીર સાથે જોડાયેલી આતંકી પ્રવૃત્તિઓ વાળા કેસ અંગે અલગથી સુનાવણીનો આદેશ જાહેર કરાયો છે. અહીંયા પર સરકાર વિરોધી પ્રદર્શનોમાં સામેલ થવા અંગે આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો કેસ કરવામાં આવે છે. આવા કેસમાં દેશની કાયદા વ્યવસ્થા બગાડવા અને રાજાના આદેશનું ઉલ્લંઘન થવાનો આરોપ લગાડવામાં આવે છે. 

 ક્રાઉન પ્રિન્સે ઘણી ઉદારવાદી નીતિઓ અપનાવી છે 
 
ક્રાઉન પ્રિન્સ સલમાને સાઉદી અરબમાં ઘણી ઉદારવાદી નીતિઓ અપનાવી છે. તેમણે 2018માં દેશમાં મહિલાઓને ગાડી ચલાવવાની મંજૂરી આપી હતી. તેને સાઉદીની ઐતિહાસિક ક્ષણ માનવામાં આવી હતી. તેમના ઘણા પ્રયાસોની પ્રશંસા કરાઈ છે, પણ માનવાધિકારોના ઉલ્લંઘનના મામલામાં તેમની ટિકાઓ પણ કરાઈ હતી. વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખગોશીની હત્યા બાદ તેમની પર ગંભીર આરોપ લગાવાયા છે. 2019માં તુર્કીના સાઉદી દૂતાવાસમાં ખગોશીની હત્યા કરી દેવાઈ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post