• Home
  • News
  • SBIના 25 લાખના લોનધારકો વર્ષે 2500 EMI વધુ ચૂકવશે, બેન્કની વાર્ષિક કમાણી 1250 કરોડ સુધી વધશે
post

RBIએ વ્યાજદર નથી વધાર્યા, પરંતુ ટોચની બેન્કોએ લોનના દર વધારી દીધા, ઓક્ટોબર 2019 પહેલાંની તમામ લોન મોંઘી થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-19 10:55:41

અમદાવાદ: વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદર વધારાની શરૂઆત કરી છે, જ્યારે આરબીઆઇ વેઇટ એન્ડ વોચ નીતિ અપનાવી રહી છે, પરંતુ દેશની ટોચની બેન્કો રિઝર્વ બેન્કની અવગણના કરી વ્યાજદર વધારાની શરૂઆત કરી ચૂકી છે. દેશની અગ્રણી બેન્ક એસબીઆઇએ MCLR દર 0.10 ટકા વધાર્યો છે, જેના કારણે ઓક્ટોબર 2019 પહેલાંની તમામ હોમ, ઓટો તથા પર્સનલ લોન મોંઘી થશે. SBIના 25 લાખ લોનધારકોએ વર્ષે 2500 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જોકે બેન્કને એનાથી વર્ષે 1250 કરોડની કમાણી થશે. એક્સિસ તથા બેન્ક ઓફ બરોડાએ પણ 0.05 ટકાનો વધારો કર્યો છે.

આરબીઆઈએ સતત 11મી વખત રેપો રેટ યથાવત્ રાખ્યો હોવા છતાં દેશની ટોચની સરકારી બેન્ક એસબીઆઈએ એમસીએલઆરમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જે 15 એપ્રિલથી લાગુ થશે. એસબીઆઇએ અત્યારસુધીમાં કુલ 18 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું છે, જેમાં 65-70 ટકા લોન ઓક્ટોબર-2019 પહેલાંની છે, જેને ધ્યાનમાં લેતાં જૂની લોન પર વ્યાજદરમાં ઇફેક્ટ આવશે, જ્યારે નવી લોન રેપોરેટ સાથે સંલગ્ન હોવાથી જ્યાં સુધી રેપોરેટ નહીં વધે ત્યાં સુધી લોનધારકોને રાહત રહેશે.

જાહેર સેક્ટરની અગ્રણી બેન્ક એસબીઆઇએ દેશભરમાં સરેરાશ 18 લાખ કરોડથી વધુની રકમનું લોન વિતરણ કર્યું છે, જેમાં 70 ટકા લોન MCLR આધારિત એટલે કે 12.5 લાખ કરોડની લોન જૂના નિયમો આધારિત છે, જેમાં MCLR વધારો તરત જ લોનના દર પર જોવાશે. આવા સંજોગોમાં 25 લાખની હોમલોનના ગ્રાહકો પાસેથી ભલે વાર્ષિક 2500 જ વધારે એકત્ર કરે, પરંતુ બેન્કને સરેરાશ 1250 કરોડથી વધુની કમાણી થશે.

MCLR હોમ લોનધારકોએ વર્ષે રૂપિયા 2500 વધારે ચૂકવવા પડશે

લોન

7%

7.10%

વાર્ષિક વૃદ્ધિ

25 લાખ

14583

14792

2508

50 લાખ

29167

29583

4992

1 કરોડ

58333

59167

10008

(નોંધ: એસબીઆઈની સ્થિતિ મુજબ, મુદ્દત 20 વર્ષ)

ઓટો લોનધારકોએ વર્ષે રૂ. 1500થી 2500 વધારે વધુ ચૂકવવા પડશે

લોન

7%

7.10%

વાર્ષિક વૃદ્ધિ

5 લાખ

2917

2958

492

15 લાખ

8750

8875

1500

25 લાખ

14583

14792

2508

(7થી 10 વર્ષની મુદતની ઓટો લોન માટેના દર)

પર્સનલ લોનધારકોએ વર્ષે રૂપિયા 500થી 4000 વધારે ચૂકવવા પડશે

લોન

8%

8.00%

વાર્ષિક વૃદ્ધિ

5 લાખ

3292

3333

492

15 લાખ

9875

10000

1500

40 લાખ

26333

26667

4008

 

adv

Related News

post
post
post
post
post
post
post