• Home
  • News
  • સુશાંત કેસ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે CBI કરશે તપાસ
post

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને મોટો ઝટકો લાગ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 12:12:22

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આ કેસની તપાસ કરવાની સત્તા આપી છે. હવે સીબીઆઈ આ કેસની તપાસ કરશે. સુશાંતનો પરિવાર અને તેના ચાહકો ઘણા સમયથી સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલો અનુસાર મહારાષ્ટ્ર સરકાર પણ આ નિર્ણયને પડકાર આપી શકે છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મહારાષ્ટ્ર સરકાર પડકારી શકે છે.

સુશાંતના પિતરાઇ ભાઇ નીરજસિંહ બબલુએ જણાવ્યું હતું કે- આ નિર્ણય અમારા પરિવાર અને દેશના કરોડો લોકો માટે આવ્યો છે. અમે સીબીઆઈ તપાસને સમર્થન આપનારા બધા લોકોનો આભાર માનું છું હવે અમને ખાતરી છે કે સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળશે.

સુશાંતસિંહ રાજપૂતના કુટુંબના વકીલ વિકાસ સિંહે કહ્યું સુશાંતના પરિવાર માટે આ એક મોટી જીત છે. કોર્ટે પણ કબૂલ્યું હતું કે મુંબઈ પોલીસે આ મામલે કોઈ તપાસ હાથ ધરી નથી. આ એક ઐતિહાસિક નિર્ણય છે. ન્યાય તરફ આ પહેલું અને મોટું પગલું છે. હવે સીબીઆઈ તેની તપાસ શરૂ કરશે અને સુશાંતનો પરિવાર તેના મૃત્યુનું સત્ય જાણી શકશે. રિયાએ ગઈકાલે જારી કરેલું નિવેદન માત્ર સહાનુભૂતિ મેળવવા માટે કરવામાં આવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post