• Home
  • News
  • કેજરીવાલ સરકારના મહોલ્લા ક્લિનિકમાં ગોટાળો, 65 હજારથી વધુ નકલી ટેસ્ટ
post

બે ખાનગી ડાયગ્નોસ્ટિક લેબ દ્વારા લગભગ 22 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-03 17:06:39

દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા સંચાલિત મહોલ્લા ક્લિનિક પર છેતરપિંડીના આરોપો વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની તપાસમાં નવા ઘટસ્ફોટ થયા છે. આ ક્લિનિક થયેલા નકલી લેબ ટેસ્ટ મામલે એસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં દિલ્હી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી બે ખાનગી ડાયગ્નોસ્ટિક લેબ - એન્જિલસ ડાયગ્નોસ્ટિક અને મેટ્રોપોલિસ હેલ્થકેર વચ્ચે મિલીભગત હોવાનું સામે આવ્યું છે. 

અહેવાલ અનુસાર, એસીબીને દિલ્હી સરકારની મહોલ્લા ક્લિનિકમાં 'ભૂતિયા દર્દીઓ'ની તપાસ કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. અત્યાર સુધી દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એસીબીના સૂત્રો પાસેથી મળેલા રિપોર્ટમાં નકલી ટેસ્ટ કરાવવામાં આવતા હોવાનો ફૂલપ્રૂફ કેસ સામે આવ્યો છે.

65 હજારથી વધુ નકલી ટેસ્ટ

એસીબીને તપાસમાં જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરી 2023થી ડિસેમ્બર 2023 દરમિયાન બે ખાનગી ડાયગ્નોસ્ટિક લેબ દ્વારા લગભગ 22 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેના માટે તેમને દિલ્હી સરકારે રૂપિયા 4.63 કરોડ ચૂકવ્યા હતા. તેમાંથી 65,000થી વધુ ટેસ્ટ નકલી અથવા છેડછાડ કરવામાં આવ્યા હતા. આ દરેક ટેસ્ટ કરાવવાનો ખર્ચ 100થી 300 રૂપિયા સુધીનો હતો. જે લોકોના મોબાઈલ નંબર દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી 63% લોકોએ ન તો કોઈ ટેસ્ટ કરાવ્યો હતો અને ન તો કોઈ મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post