• Home
  • News
  • હવા કે પાણી ન હોવા છતાં ચંદ્રને કાટ લાગી રહ્યો છે, પૃથ્વી પર ભરપૂર પ્રમાણમાં મળતા ખનીજ હેમેટાઇટના ચિન્હ ચંદ્ર પર મળતાં વિજ્ઞાનીઓ દંગ
post

‘સાયન્સ એડવાન્સીસ’માં પ્રકાશિત યુનિ. ઓફ હવાઇના રિસર્ચ મુજબ ચંદ્રની સપાટી પર હેમેટાઇટની શોધ ભારતીય ચંદ્રયાન-1ના ઓર્બિટર દ્વારા લેવાયેલી તસવીરોથી થઇ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 11:52:37

ચંદ્રને કાટ લાગી રહ્યો છે. જી હા, અવકાશમાં આપણા સૌથી નજીકના પડોશીની સપાટી પર કાટના ડાઘ દેખાઇ રહ્યા છે. એટલે કે ચંદ્રની સપાટી પર ઓક્સિડાઇઝ્ડ આયર્ન (લોખંડ)નો અંશ હેમેટાઇટ જોવા મળ્યો છે. પૃથ્વી પર તે ભરપૂર પ્રમાણમાં મળતું ખનીજ છે પણ ચંદ્રની સપાટી પર તેનાં ચિન્હ ચોંકાવનારાં છે, કેમ કે લોખંડને કાટ લાગવા માટે હવા અને પાણી બંને એટલે કે ભેજ હોવો જરૂરી છે જ્યારે ચંદ્ર પર હવા નહિવત્ છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી પણ નથી. ચંદ્ર પર વિજ્ઞાનીઓને વોટર આઇસ એટલે કે બરફ તો જોવા મળ્યો છે પણ માત્ર તેનાથી સપાટી પર હેમેટાઇટ બનવું શક્ય નથી.

સાયન્સ એડવાન્સીસમાં પ્રકાશિત યુનિ. ઓફ હવાઇના રિસર્ચ મુજબ ચંદ્રની સપાટી પર હેમેટાઇટની શોધ ભારતીય ચંદ્રયાન-1ના ઓર્બિટર દ્વારા લેવાયેલી તસવીરોથી થઇ છે. યુનિ. ઓફ હવાઇમાં પ્લેનેટરી સાયન્સના નિષ્ણાત શુઆઇ લીનું કહેવું છે કે ચંદ્રની સપાટી પર હેમેટાઇટ બનવું એટલા માટે પણ આશ્ચર્યજનક છે કે પૃથ્વીનો આ ઉપગ્રહ સતત સૂર્યના સોલર વિન્ડ્સની થપાટો ઝીલે છે. આ સોલર વિન્ડ્સ સાથે આવતા હાઇડ્રોજનના પરમાણુ સપાટી પર ઇલેક્ટ્રોન છોડતા રહે છે જ્યારે આયર્ન ઓક્સિડેશન માત્ર ઇલેક્ટ્રોન ઘટવા પર જ થઇ શકે છે. ચંદ્ર પર હેમેટાઇટ તે ભાગમાં જ વધુ છે કે જે પૃથ્વીની નજીક છે.

વિજ્ઞાનીના જણાવ્યાનુસાર ફેરફારનાં આ 3 મુખ્ય કારણ હોઇ શકે
ચંદ્ર પર હેમેટાઇટના ચિહન મોટા ભાગે ત્યાં જ મળ્યાં છે કે જ્યાં અગાઉ બરફના ભંડાર હતા. વિજ્ઞાનીઓ માને છે કે ઉલ્કા ટકરાવાથી ચંદ્રની સપાટીની નીચેનો બરફ પીગળીને સપાટી પર આવી ગયો. પાણીના સૂક્ષ્મ કણ ત્યાં જ પેદા થયા. અભ્યાસમાં એમ પણ સાબિત થઇ ચૂક્યું છે કે પૃથ્વીના વાયુમંડળનો ઓક્સિજન સોલર વિન્ડ્સની સાથે ચંદ્ર સુધી જાય છે. તેનાથી ચંદ્રની સપાટી પર ઓક્સિજનના કણ પહોંચવાથી ઓક્સિડેશન થઇ શકે છે. પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે ત્યારે ચંદ્ર સુધી સોલર વિન્ડ્સ નથી પહોંચી શકતા. એવામાં ચંદ્ર પણ હાઇડ્રોજનના મારાથી બચી જાય છે. તે સમયે આયર્ન ઓક્સિડેશન થઇ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post