• Home
  • News
  • 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ કહ્યું- કોરોના હવાથી પણ ફેલાઈ શકે છે, WHO તરફથી નવી માર્ગદર્શિકા બહાર પાડવાની માંગ કરી
post

હજી સુધી માનવામાં આવે છે કે, સંક્રમિતના છીંકવાથી, ઉધરસથી અથવા બોલવાથી નીકળતા ડ્રોપ્લેટ્સ જમીન પર પડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 12:06:20

વોશિંગ્ટન: કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટના અનુસાર, 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. તેમણે WHO અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ને પત્ર લખીને આ દાવાઓને ધ્યાનમાં લેવા અને માર્ગદર્શિકામાં ફેરફાર કરવા વિનંતી કરી છે.

ઘરમાં પણ N95 માસ્ક પહેરવો જરૂરી 
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકોએ આ સંદર્ભે WHOને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, છીંક આવવાથી, ખાંસી આવવાથી અથવા મોટેથી બોલવાથી સંક્રમિત વ્યક્તિના મોંમાંથી નીકળતા નાના ડ્રોપ્લેટ્સ હવામાં ફેલાય છે અને સ્વસ્થ વ્યક્તિ સુધી પહોંચી શકે છે. તેનાથી બીજા લોકો સંક્રમિત થઈ શકે છે, આવી સ્થિતિમાં ઘરમાં રહેતા હોય તો પણ N95 માસ્ક પહેરવાની જરૂર છે. 

WHO આ દાવાને નથી માનતો
WHO
ની તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું, પરંતુ તેના ટેક્નિકલ હેડ ડો. બેનેડેટા અલેગ્રાંઝીના જણાવ્યા પ્રમાણે, "છેલ્લા કેટલાક મહિનાઓથી અમે ઘણી વાર એવું કહી ચૂક્યા છીએ કે હવા દ્વારા સંક્રમણ ફેલાવવાની શક્યતા છે, પરંતુ હજી સુધી તેના નક્કર પુરાવા મળ્યા નથી". WHO29 જૂનના રોજ પોતાની ગાઈડલાઈન અપડેટ કરી હતી. તેમાં કહ્યું હતું કે, હવાથી સંક્રમણ મેડિકલ પ્રોસિજરથી શક્ય છે, જે એરરોસોલ અથવા 5 માઈક્રોનથી નાના ડ્રોપ્લેટ્સ પેદા કરે છે. આ માઈક્રોન એક સેન્ટીમીટરના 10 હજારમો ભાગ હોય છે.

WHO29 જૂને ગાઈડલાઈન અપડેટ કરી હતી
WHO
29 જૂને પોતાની ગાઈડલાઈન અપડેટ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું તે, હવાથી સંક્રમણ મેડિકલ પ્રોસિજરથી શક્ય છે, જેમાં એરરોસોલ અથવા 5 માઈક્રોનથી નાના ડ્રોપ્લેટ્સ પેદા થાય છે. એક માઈક્રોન એક સેન્ટીમીટરના 10 હજારમો ભાગ હોય છે. રિસર્ચ સાથે સંકળાયેલા ડો. મેરના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકો લેબમાં એરરોસોલથી કોરોનાવાઈરસ ઉત્પન્ન કરી શક્યા નથી, પરંતુ તેનો અર્થ એ નથી તેનાથી સંક્રમણ નથી ફેલાઈ શકતું. તેના પર જે પ્રયોગ કરવામાં આવ્યો તેમાં મોટાભાગના સેમ્પલ હોસ્પિટલના સારા વાતાવરણમાંથી લેવામાં આવ્યા છે, જેનાથી સંક્રમણનું સ્તર ઘટી જાય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post