MP-UPના 39 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ; હીટવેવ મામલે PMએ મીટિંગ કરી
નવી દિલ્લી: દેશના બિહાર-રાજસ્થાન સહિત 14 રાજ્યોમાં હવામાન વિભાગે આજે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર, તેલંગાણા, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાં, નર્મદાપુરમ, બેતુલ, નરસિંહપુર અને છિંદવાડા સહિત 36 જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા અને કરા પડવાનું રેડ એલર્ટ છે. ઉત્તરપ્રદેશના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારના 9 જિલ્લામાં આજે હળવા વરસાદની શક્યતા છે.
તેમજ, આગામી બે દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક તરફ દેશમાં વરસાદી માહોલને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. આ સાથે જ કેટલાક વિસ્તારો એવાછે જ્યાં ભીષણ ગરમીની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે કર્ણાટક અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે.
ગુરુવારે
મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ
ઉત્તર પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં 40
થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું. આ તરફ,
PM મોદીએ ગુરુવારે ઉનાળાની ઋતુ અંગે રિવ્યુ મીટિંગ કરી હતી.
જેમાં તેમણે હીટ વેવની સ્થિતિ માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી અને કેન્દ્ર અને
રાજ્ય સરકારની સંસ્થાઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું.