• Home
  • News
  • કોવિડ-19નું નવું સ્વરૂપ:બ્રિટનમાં એક સપ્તાહમાં કોરોનાનું બીજું સ્વરૂપ મળ્યું, બંને સંક્રમિત સાઉથ આફ્રિકાથી આવ્યા હતા
post

બ્રિટનના ઘણા વિસ્તારોમાં ટાયર-4 લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 12:06:55

બ્રિટનમાં એક સપ્તાહમાં કોવિડ-19નું બીજું અને નવું સ્વરૂપ મળ્યું છે. હેલ્થ સેક્રેટરી મૈટ હેન્કોકે આ વિશે ચિંતા વ્યક્ત કરી છે. હેન્કોકના જણાવ્યા પ્રમાણે, નવા સ્વરૂપના બે કેસ સામે આવ્યા છે. બંને સંક્રમિતો થોડા દિવસ પહેલાં જ સાઉથ આફ્રિકાથી આવ્યા હતા. મૈટે કહ્યું- હવે નવી વાત સામે આવી રહી છે. જે લોકો થોડા સમય પહેલાં જ સાઉથ આફ્રિકાથી આવ્યા છે તેમને હું અપીલ કરું છું કે તેઓ ક્વોરન્ટીન થઈ જાય અને હેલ્થ એડમિનિસ્ટ્રેશનનો સંપર્ક કરે.

સાઉથ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ ગયા સપ્તાહે કહ્યું હતું કે કોરોનાના નવા જિનેટિક મ્યૂટેશન (સરળ ભાષામાં વાઈરસનો નવો એક પ્રકાર)નું જાણવા મળ્યું છે. શક્ય છે કે એને કારણે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે.

સાઉથ આફ્રિકા સાથે લિંક કેમ
એને બે વાતથી સમજાવી શકાય છે. પહેલી- સાઉથ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટે અંદાજે બે સપ્તાહ પહેલાં જ જણાવી દીધું હતું કે તેમના ત્યાં કોવિડ-19નું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. બીજી- બ્રિટનમાં નવા સ્વરૂપના જે બે કેસ સામે આવ્યા છે તેઓ બંને સંક્રમિત સાઉથ આફ્રિકાથી અહીં પહોંચ્યા છે. બ્રિટિશ હેલ્થ સેક્રેટરી પણ આ વિશે વાત કરી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post