• Home
  • News
  • સેન્સેક્સ પહેલીવાર 64,000 અને નિફ્ટી 19,000ને પાર:મેટલ-ફાર્મા શેરની ખરીદીથી બજાર વધ્યું, અદાણી એન્ટરપ્રાઇઝ 5% વધ્યો
post

15 વર્ષમાં માર્કેટ 10 હજારથી 60 હજાર સુધી પહોંચી ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 18:43:45

બુધવાર (28 જૂન)ના રોજ શેરબજારે તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 64,050ની સપાટીએ પહોંચી ગયો હતો. જોકે, આ પછી થોડો ઘટાડો થયો હતો અને તે 499 પોઈન્ટ વધીને 63,915ના સ્તરે બંધ રહ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં, 22 જૂને, શેરબજારે તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. ત્યાર બાદ સેન્સેક્સ 63,601ના સ્તરને સ્પર્શ્યો હતો.

અહીં, નિફ્ટીએ પણ 19,011ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. આ પછી તે પણ થોડો નીચે આવ્યો અને 154 પોઈન્ટથી વધુના વધારા સાથે 18,972ના સ્તરે બંધ થયો. અગાઉ, નિફ્ટીનો સર્વકાલીન ઉચ્ચ સ્તર 18,887.60 હતો જે તેણે 1 ડિસેમ્બર, 2022ના રોજ બનાવ્યો હતો. NSE પર લગભગ તમામ સેક્ટરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી મેટલ અને ફાર્મા સૌથી વધુ ચઢ્યા હતા.

પ્રી-ઓપનિંગ સેશન શું છે?
શેરબજારની વોલેટિલિટીને કન્ટ્રોલ કરવા માટે પ્રી-ઓપનિંગ સેશન છે. ભારતીય બજારોના પ્રી-ઓપનિંગ સેશનનો સમય સવારે 9:00થી સવારે 9:15 સુધીનો છે. પ્રી-ઓપનિંગ સ્ટ્રેટેજી અપનાવવામાં આવે છે, જેથી બજાર ખૂલતાં પહેલાં કોઈપણ જાહેરાત ટાળી શકાય, જે બજારને અસ્થિર બનાવી શકે. જાહેરાત જેવી કે કંપનીનું મર્જર અને એક્વિઝિશન, કંપનીના સ્ટોકનું ડિલિસ્ટિંગ વગેરે.

આ વર્ષે અત્યારસુધીમાં માર્કેટ 4%થી વધુની તેજી
આ વર્ષે અત્યારસુધીમાં બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2 જાન્યુઆરીએ (બજાર 1 જાન્યુઆરીએ બંધ હતું), સેન્સેક્સ 61,167ના સ્તરે હતો, જે હવે (28 જૂન) 63,716 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યારસુધીમાં એમાં 4%થી વધુ એટલે કે 2,549 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. જાણકારોના મતે આ તેજી આગળ પણ ચાલુ રહી શકે છે.

15 વર્ષમાં માર્કેટ 10 હજારથી 60 હજાર સુધી પહોંચી ગયું
25 જુલાઈ, 1990ના રોજ BSE સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારની સપાટીને સ્પર્શ્યો હતો. 1 હજારથી 10 હજાર સુધી આવતાં લગભગ 16 વર્ષ (6 ફેબ્રુઆરી 2006) લાગ્યાં, પરંતુ 10 હજારથી 60 હજારની સફર માત્ર 15 વર્ષમાં પૂરી કરી.

adv

Related News

post
post
post
post
post
post
post