• Home
  • News
  • સેન્સેક્સ 94 અંક ઘટ્યો, નિફ્ટી 11200ની નીચે; રિલાયન્સ, ભારતી એરટેલના શેર ઘટ્યા
post

રિલાયન્સ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, SBI, નેસ્લેના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:18:14

મુંબઈ: ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 94 અંક ઘટીને 37783 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 16 અંક ઘટીને 11162 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર રિલાયન્સ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, SBI, નેસ્લે સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ 1.71 ટકા ઘટી 2078.00 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 1.41 ટકા ઘટી 521.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે NTPC, ટાટા સ્ટીલ, L&T, ONGC, ટાઈટન કંપની સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. NTPC 2.88 ટકા વધી 90.95 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.73 ટકા વધી 425.70 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post