• Home
  • News
  • સેન્સેક્સ ઓલટાઈમ હાઈ, 63,588 પર પહોંચ્યો:6 મહિના જૂનો રેકોર્ડ તોડ્યો, નિફ્ટી 41 પોઇન્ટ વધીને 18,858 પર બંધ
post

ગઈકાલે સેન્સેક્સ 159 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-21 19:20:31

મુંબઈ: 21 જૂનના રોજ સેન્સેક્સ 260.61 પોઈન્ટના વધારા સાથે 63,588.31ના આંકડાને સ્પર્શી ગયો હતો. અગાઉ, સેન્સેક્સનો ઓલ-ટાઇમ હાઇ 63,583.07 હતો, જે ડિસેમ્બર 2022માં બન્યો હતો. એટલે કે સેન્સેક્સે ઊંચાઈનો છ મહિના જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સેન્સેક્સ 195 પોઈન્ટ વધીને 63,523 પર બંધ રહ્યો હતો. તેના 14 શેર વધ્યા અને 16 ઘટ્યા.

અહીં નિફ્ટી ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચી ગયો હતો. દિવસના ટ્રેડિંગમાં તે 18,875.90ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ 18,887.60 છે. તે 40 પોઈન્ટ વધીને 18,856ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પર મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. બેંકો, આઈટીથી લઈને ઓઈલ એન્ડ ગેસ અને મીડિયામાં તેજી જોવા મળી હતી. ઓટો, એફએમસીજી, રિયલ્ટી અને મેટલમાં ઘટાડો જોવા મળ્યો હતો.

 15 વર્ષમાં માર્કેટ 10 હજારથી 60 હજાર સુધી પહોંચી ગયું
25 જુલાઈ, 1990ના રોજ, BSE સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારની સપાટીને સ્પર્શ્યો હતો. 1 હજારથી 10 હજાર (6 ફેબ્રુઆરી 2006) થવામાં લગભગ 16 વર્ષ લાગ્યાં. પરંતુ 10 હજારથી 60 હજાર સુધીની સફર માત્ર 15 વર્ષમાં પૂર્ણ થઈ હતી.

ગઈકાલે સેન્સેક્સ 159 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો
સેન્સેક્સ ગઈકાલે એટલે કે મંગળવારે 159 પોઈન્ટ વધીને 63,327ના સ્તરે બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીમાં પણ 61 પોઈન્ટનો વધારો થયો હતો અને તે 18,816ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઉછાળો અને 12માં ઘટાડો જોવા મળ્યો હતો.

ગઈકાલના કારોબારમાં મોટા ભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા હતા. પાવર અને ઓટો ઈન્ડેક્સ 1% ના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ મેટલ અને આઈટી સેક્ટરમાં 0.5%નો વધારો જોવા મળ્યો હતો. યુએસ ડોલર સામે રૂપિયો 18 પૈસા નબળો પડીને રૂ. 82.12 પર બંધ થયો.

 

adv

Related News

post
post
post
post
post
post
post