• Home
  • News
  • મજબૂત વધારા સાથે ખુલ્યું શેરબજાર, 508 અંકોની તેજી સાથે 40000 નજીક પહોંચ્યો સેન્સેક્સ
post

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 1.12 ટકા એટલે કે 129.95 પોઇન્ટના વધારા સાથે 11777.55 ના સ્તર પર ખુલ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 10:40:41

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર મજબૂત વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 1.29 ટકા એટલે કે 508.09 પોઇન્ટના વધારા સાથે 39975.45ના સ્તર પર ખુલ્યો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 1.12 ટકા એટલે કે 129.95 પોઇન્ટના વધારા સાથે 11777.55 ના સ્તર પર ખુલ્યો.

વૈશ્વિક બજારોમાં વધુ રોકડ અને ઓછા વ્યાજના દરને કારણે વિદેશી રોકાણકારો ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ભારતીય મૂડી બજારોમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા છે, અને એકંદર ધોરણે, 47,33434 કરોડનું રોકાણ કર્યું છે. મળતી માહિતી મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ ઓગસ્ટમાં ઇક્વિટી સેગમેન્ટમાં અત્યાર સુધીમાં રૂ. 46,602 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે, જ્યારે ડેટ સેગમેન્ટમાં રૂ. 732 કરોડનું રોકાણ કરાયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post