• Home
  • News
  • સેન્સેક્સ 1500 અંક વધ્યો, નિફ્ટીએ 18000ની સપાટી વટાવી; ભારતી એરટેલ, HDFCના શેર વધ્યા
post

એમએન્ડએમ, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી, આઈટીસી, TCSના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 11:04:59

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સવારે 9.36 કલાકે સેન્સેક્સ 1082 અંક વધી 60359.44 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 285 અંક વધી 17956 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચડીએફસી, એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, લાર્સન સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એચડીએફસી 10.08 ટકા વધી 2698.10 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 1.13 ટકા વધી 7496.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એમએન્ડએમ, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી, આઈટીસી, TCS સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમએન્ડએમ 1.59 ટકા ઘટી 812.85 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 1.15 ટકા ઘટી 1880.40 પર કારોબાર કરી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post