• Home
  • News
  • સેન્સેક્સ 114 અંક વધ્યો, નિફ્ટી 9106 પર બંધ; આઈટીસી, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા
post

આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, હીરો મોટોકોર્પ, મારૂતિ સુઝુકી, બજાજ ઓટોના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 10:48:41

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 114 અંક વધી 30932 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 39 અંક વધી 9106 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, હીરો મોટોકોર્પ, મારૂતિ સુઝુકી, બજાજ ઓટો સહિતના શેરમાં તેજી જોવા મળી હતી. આઈટીસી 7.48 ટકા વધી 188.90 પર બંધ થયો હતો. એશિયન પેઈન્ટ્સ 4.97 ટકા વધી 1575 પર બંધ થયો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 2.91 ટકા ઘટી 346.95 પર બંધ રહ્યો હતો. એનટીપીસી 2.74 ટકા ઘટી 90.35 પર બંધ રહ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post