• Home
  • News
  • સેન્સેક્સ 202 અંક વધ્યો, નિફ્ટીએ 11400ની સપાટી વટાવી; SBI, સન ફાર્માના શેર વધ્યા
post

SBI, L&T, આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા, આઈટીસીના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 11:12:05

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 202 અંક વધીને 38730 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 59 અંક વધીને 11444 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર SBI, L&T, આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા, આઈટીસી સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. SBI 1.92 ટકા વધી 198.85 પર કારોબાર કરી રહ્યો છે. L&T 1.67 ટકા વધી 1,020.85 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HCL ટેક, નેસ્લે, કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HCL ટેક 1.06 ટકા ઘટી 706.90 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 0.49 ટકા ઘટી 16,468 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post