• Home
  • News
  • સેન્સેક્સ 277 અંક વધ્યો, નિફ્ટીએ 9400ની સપાટી વટાવી; ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્કના શેર વધ્યા
post

ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, લાર્સન, એચડીએફસી બેન્કના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 11:32:28

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 277 અંક વધી 31982 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 84 અંક વધી 9419 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, લાર્સન, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 3.77 ટકા વધી 382.45 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 2.89 ટકા વધી 398.55 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ફોસિસ, એચસીએલ ટેક, આઈટીસી, ટીસીએસ અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં મંદી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 1.60 ટકા ઘટી 694.00 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 1.17 ટકા ઘટી 525.05 પર કારોબાર કરી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post