• Home
  • News
  • સેન્સેક્સે પ્રથમ વખત 46,800ની સપાટી વટાવી, HDFC, ઇન્ડસઇન્ડ બેન્કના શેર વધ્યા
post

પાવરગ્રિડ કોર્પ, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 12:09:28

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 139 અંક વધી 46,805 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 41 અંક વધી 13274 પર કારોબાર કરી રહી છે. સેન્સેક્સે પ્રથમ વખત 46,800ની સપાટી વટાવી છે. સેન્સેક્સ પર HDFC, ઈન્ડસઈન્ડ બેન્ક, પાવરગ્રિડ કોર્પ, બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. HDFC 2.07 ટકા વધી 2474.2 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 1.81 ટકા વધી 941.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HUL, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, ITC, ONGC સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 1.17 ટકા ઘટી 2317.00 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો 1.09 ટકા ઘટી 3267.00 પર કારોબાર કરી રહ્યો છે.

એશિયાઈ બજારોમાં મામૂલો વધારો
આજે એશિયાઈ બજારોમાં હોંગકોંગનો હોંગસેંગ ઈન્ડેક્સ 61 અંકના વધારા સાથે 26521 પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 49 અંક વધી 26806 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 21 અંકની તેજીની સાથે 3388 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાનાં બજારોમાં ફ્લેટ કારોબાર
બુધવારે અમેરિકાનાં બજારો ફ્લેટ બંધ રહ્યા હતાં. S&P 500 ઈન્ડેક્સ 6 અંક વધી 3701 પર બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક ઈન્ડેક્સ પણ 63 અંકના વધારા સાથે 12658 પર બંધ થયો હતો. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.15 ટકાના ઘટાડા સાથે 44 અંક ઘટી 30154 પર બંધ થયો હતો.

યુરોપનાં બજારોમાં તેજી
કાલે યુરોપિયન માર્કેટમાં ખરીદી જોવા મળી હતી. જર્મનીનો DAX ઈન્ડેક્સ 203 અંક વધારા સાથે 13566 પર બંધ થયો હતો. ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 17 અંક વધી 5547 પર બંધ થયો હતો. આ સિવાય બ્રિટનનો FTSE ઈન્ડેક્સ પણ 57 અંકના વધારા સાથે 6570 પર બંધ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post