• Home
  • News
  • શેરબજાર:સેન્સેક્સ 152 અંક વધ્યો, નિફ્ટીએ 11580ની સપાટી વટાવી; ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રાના શેર વધ્યા
post

ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 11:37:49

ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 152 અંક વધીને 39226 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 39 અંક વધીને 11589 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, M&M સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 3.11 ટકા વધી 585.75 પર કારોબાર કરી રહ્યો છે. HDFC 1.85 ટકા વધી 1848.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, ONGC સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 1.68 ટકા ઘટી 3,031.10 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 0.46 ટકા ઘટી 6974.60 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post