• Home
  • News
  • સેન્સેક્સ 73 અંક વધ્યો, નિફ્ટીએ 11170ની સપાટી વટાવી; એશિયન પેઈન્ટ્સ, આઈટીસીના શેર વધ્યા
post

એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, સન ફાર્મા, એચડીએફસી, લાર્સનના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 11:59:02

મુંબઈ: ભારતીય શેરબજારોનું આજે ફલેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 73 અંક વધીને 37951 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 37 અંક વધીને 11172 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, સન ફાર્મા, એચડીએફસી, લાર્સન સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 2.24 ટકા વધી 1735.55 પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 1.60 ટકા વધી 199.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ, એચસીએલ ટેક સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 2.21 ટકા ઘટી 468.45 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 1.16 ટકા ઘટી 908.75 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post