• Home
  • News
  • શાહિદની ફિલ્મ 'તેરી બાતો મેં એસા ઉલઝા જીયા'એ પહેલા જ દિવસે કરી કમાલ, જાણો ઓપનિંગ ડે કલેક્શન
post

શાહિદ કપૂર પોતાના કાર્યમાં ખૂબ માહિર છે. તેમના અભિનયના લાખો લોકો દીવાના છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-10 20:18:16

9 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે થિયેટરમાં શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ 'તેરી બાતો મેં એસા ઉલઝા જિયા' રિલીઝ થઈ ચૂકી છે. રિલીઝની સાથે જ ફિલ્મને લઈને દર્શકોના રિએક્શન પણ સામે આવવા લાગ્યા છે. ફિલ્મને લોકોનું મિક્સ રિએક્શન મળી રહ્યુ છે. અમુક લોકોનું કહેવુ છે કે ફિલ્મ ખૂબ એન્ટરટેઈનિંગ છે, જેમાં ખૂબ કોમેડી છે. અમુક યૂઝર્સનું કહેવુ છે કે ફિલ્મમાં કોઈ લોજિક નથી. 

આ સિવાય ઘણા લોકો એવા પણ છે જે કૃતિ સેનનના કામના વખાણ કરતા નજર આવી રહ્યા છે. યૂઝર્સનું કહેવુ છે કે કૃતિએ ખૂબ સારી રીતે પોતાના રોબોટ વાળા પાત્રને નિભાવ્યુ છે. ફિલ્મની રિલીઝ સાથે જ લોકોની નજર તેની કમાણી પર ટકેલી હતી. પહેલા દિવસના કલેક્શનને લઈને અંદાજ લગાવવાનું શરૂ થઈ ગયુ હતુ.  

ઓપનિંગ ડે કલેક્શન

રિપોર્ટ અનુસાર શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા જિયાએ રિલીઝના પહેલા દિવસે 6.50 કરોડ કમાયા છે. જોકે આ ફિલ્મનું પ્રીડિક્શન પણ 6થી 7 કરોડની વચ્ચે જ કરવામાં આવ્યુ હતુ. આ આંકડો એડવાન્સ બુકિંગને ધ્યાનમાં રાખીને જણાવાયો હતો. આ ફિલ્મને માઉથ પબ્લિસિટી સારી મળે છે તો શનિવાર અને રવિવારના આંકડાનો ખૂબ ઉછાળો જોવા મળી શકે છે.

જર્સી અને રંગૂનનો તોડ્યો રેકોર્ડ

શાહિદ કપૂર પોતાના કાર્યમાં ખૂબ માહિર છે. તેમના અભિનયના લાખો લોકો દીવાના છે. તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા ની પહેલા દિવસની કમાણીથી શાહિદે પોતાની બે ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધો છે. એક છે તેમની ફિલ્મ જર્સી અને બીજી છે રંગૂન. જર્સીએ પહેલા દિવસે 2.93 કરોડનું કલેક્શન કર્યુ હતુ જ્યારે રંગૂને 5,05 કરોડની સાથે ઓપનિંગ કર્યુ હતુ. જોકે તેમની આ બંને ફિલ્મ ફ્લોપ હતી.


adv

Related News

post
post
post
post
post
post
post