• Home
  • News
  • પેટરનિટી લીવના કારણે ન્યુઝીલેન્ડ નહિ જાય શાકિબ, ત્રીજી વખત બનશે પિતા
post

IPL હરાજીમાં શાકિબ અલ હસનને કોલકાતાએ 3.20 કરોડમાં ખરીદ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 10:12:27

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(બીસીબી)એ ટીમના જાણીતા ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની પેટરનિટી લીવની અપીલને મંજૂર કરી છે. તેમને ટીમના આગામી ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન આપવામાં આવ્યો છે. બીસીબીના ક્રિકેટ સંચાલન ચેરમેન અકરમ ખાને ગુરુવારે કહ્યું કે અમે શાકિબને ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમિયાન રજા આપી છે. આ પહેલા શાકિબે પેટરનિટી લીવ માટે અરજી કરી હતી અને બોર્ડને આગ્રહ કર્યો હતો કે તેમને આગામી મહિને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઉપલબ્ધ ખેલાડીઓના લિસ્ટમાં ન રાખવામાં આવે. આ માટેનું કારણ એ છે કે તેઓ પોતાના બાળકના જન્મના સમયે પોતાની પત્નીની સાથે રહેવા માંગે છે.

કોરોના મહામારી સંબધિત પડકારોને કારણે બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડ પ્રવાસના શિડ્યુલમાં ફેરફાર પછી હવે બાંગ્લાદેશની ટીમ 24 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ માટે રવાના થશે. બંને ટીમોની વચ્ચે અહીં 20, 23 અને 26 માર્ચે ડુનેડિન, ક્રાઈસ્ટચર્ચ અને વેલિંગ્ટનમાં ત્રણ વનડે ઈન્ટરનેશનલ મેચ રમાશે. તે પછી ટીમ 28, 30 માર્ચ અને 1 એપ્રિલે હેમિલ્ટન, નેપિયર અને ઓકેલેન્ડમાં ત્રણ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાશે.

શાકિબ અને ઉમ્મીને બે પુત્રીઓ છે. અલૈના હસન આબરીનો જન્મ 2015માં થયો હતો, જ્યારે બે વર્ષ પછી અરમ હસનનો જન્મ થયો હતો. શાકિબ તેની પુત્રીઓની સાથે ઘણી વખત સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી ચૂકી છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ શાકિબે તેમની પત્નીના બેબી બમ્પની સાથે ફોટો શેર કરતા ફેન્સને સારા સમાચાર આપ્યા હતા કે તે ત્રીજી વખત પિતા બનનાર છે.

ડિસેમ્બર 2012માં શાકિબ અને ઉમ્મીએ લગ્નની શરૂઆત કરી હતી. બંનેના લગ્નની તારીખ 12-12-12, બંને પહેલેથી એકબીજાને ઓળખતા હતા. શાકિબ અને ઉમ્મીએ થોડો સમય ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા.

IPL હરાજીમાં શાકિબને કોલકાતાએ 3.20 કરોડમાં ખરીદ્યો
શાકિબની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા હતી. પંજાબ કિંગ્સે સૌથી પહેલા શાકિબ માટે 2.2 કરોડની બોલી લગાવી હતી. અંતે કોલકાતા નાઈટ રાઈડર્સે 3.20 કરોડમાં ખરીદ્યો હતો. પ્રતિબંધોને કારણે શાકિબ ગત સિઝનમાં રમ્યો ન હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post