• Home
  • News
  • શેટ્ટી પરિવારમાં ઢોલ ઢબુકશે?:શમિતા શેટ્ટી પ્રેમી રાકેશ બાપટની બહેનોને પુણેમાં મળી, તસવીર વાઇરલ
post

તાજેતરમાં જ રાકેશે શમિતા સાથેના સંબંધો અંગે વાત કરતાં એમ કહ્યું હતું કે શમિતા અને તે માત્ર સારા મિત્રો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-29 11:31:23

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી તથા રાકેશ બાપટ વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે. હાલમાં જ શમિતા શેટ્ટી, રાકેશ બાપટના પુણે સ્થિત ઘરે ગઈ હતી. અહીંયા તે રાકેશની બહેન શીતલ તથા કઝિન સિસ્ટર ઈશા બાપટને મળી હતી. શીતલે સો.મીડિયામાં આ મુલાકાતની તસવીરો પણ શૅર કરી હતી.

પરિવારની મુલાકાત લેતા લગ્નની ચર્ચા થવા લાગી
શમિતાએ બાપટ પરિવારની મુલાકાત લેતા જ ચાહકોમાં બંનેના લગ્નની ચર્ચા થવા લાગી હતી. શમિતા ખાસ રાકેશની બહેનને મળવા માટે પુણે ગઈ હતી. આટલું જ નહીં, સો.મીડિયામાં શમિતા, શીતલને ફોલો કરે છે અને તેની દરેક પોસ્ટ લાઇક પણ કરતી હોય છે.


રાકેશે રિલેશનશિપ પર ચોખવટ કરી હતી
તાજેતરમાં જ રાકેશે શમિતા સાથેના સંબંધો અંગે વાત કરતાં એમ કહ્યું હતું કે શમિતા અને તે માત્ર સારા મિત્રો છે. તે હાલમાં રિલેશનશિપને નામ આપવા માગતો નથી. થોડાં સમય પહેલાં રાકેશ તથા શમિતાનું બ્રેકઅપ થયું હોય તેવી અફવા ઉડી હતી. જોકે, પછી રાકેશ તથા શમિતા અવોર્ડ શોમાં સાથે જોવા મળ્યા હતા.

'બિગ બોસ OTT'માં પહેલી વાર મુલાકાત થઈ
રાકેશ બાપટ તથા શમિતા શેટ્ટી 'બિગ બોસ OTT'માં પહેલી વાર એકબીજાને મળ્યા હતા. શોમાં જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post