• Home
  • News
  • રોમમાં ચોથી સદીથી શનિદેવને પૂજવામાં આવી રહ્યાં છે, રોમન પરંપરામાં કૃષિના દેવતા માનવામાં આવે છે
post

ગ્રીક દેવતા ક્રોનાસ અને શનિદેવ વચ્ચે અનેક સમાનતાઓ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:13:00

શનિદેવ સૂર્ય પુત્ર છે અને નવ ગ્રહોમાંથી એક છે. ભારતમાં તો શનિ મંદિર છે જ, પરંતુ સૌથી જૂની સભ્યતાઓમાંથી એક રોમમાં પણ શનિને પૂજવામાં આવે છે. રોમમાં આજે પણ ચોથી સદીનું એક શનિ મંદિર છે. અહીં તેમને કૃષિના દેવતા માનવામાં આવે છે. દર વર્ષે શનિનો એક વિશેષ ઉત્સવ 17 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જેને સૈટર્નાલિયા કહેવામાં આવે છે. મંદિરના મુખ્ય ભાગમાં તે કાળના 8 વિશાળ સ્તંભ સ્થિત છે.

ભારતીય જ્યોતિષમાં શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. એનશિએન્ટ હિસ્ટ્રી ઇનસાઇક્લોપીડિયા પ્રમાણે પ્રાચીન સમયમાં શનિદેવને રોમન દેવતા માનવામાં આવતાં હતાં. સેટર્નના ચિત્રોમાં તેમને કૃષિના દેવતા દર્શાવવામાં આવતાં હતાં. તેમના નામે રાખવામાં આવતાં સૈટર્નાલિયા તહેવાર રોમન કેલેન્ડરમાં સૌથી મહત્ત્વપૂર્ણ હતો. 4થી સદીથી જ અહીં શનિ સાથે જોડાયેલ ઉત્સવ અને નવો પાક આવે ત્યારે તેમનો આભાર માનવાની પરંપરા રહી છે. અનેક ઐતિહાસિક પુસ્તકોમાં તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

આજે પણ મંદિરના વિશાળ સ્તંભ જોવા મળે છેઃ-
સૈટર્ન મંદિર રોમના રોમન ફોરમના ઉત્તર-પશ્ચિમ દિશામાં સ્થિત છે. આ ચોથી સદીનું મંદિર છે. આટલું જૂનું મંદિર હોવા છતાં પણ અહીં આજે પણ વિશાળ સ્તંભ ઊભા છે. શનિના સન્માનમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તે સમયે આ મંદિર પ્રાચીન પંથનું પ્રતીક હતું. અહીં અનેક શાહી આયોજન  કરવામાં આવતાં હતાં. ઇનસાઇક્લોપીડિયા પ્રમાણે આ મંદિર રોમના ઉત્તર-પશ્ચિમ ફોરમમાં સ્થિત છે.

હાલ મંદિરના અવશેષ જ રહ્યાં છેઃ-
આ મંદિર અનેક સદીઓ જૂનું છે. હવે અહીં માત્ર મંદિરના અવશેષ જ જોવા મળે છે. અહીં મંદિરના મુખ્ય ભાગમાં 8 સ્તંભ જોવા મળે છે. આ સ્તંભને મિસ્રના ગ્રેનાઇટથી બનાવવામાં આવ્યાં હતાં. જેના સંબંધમાં ઇતિહાસમાં વિવિધ સંકેત મળે છે. થેશિયન આરસપહાણથી મંદિરના થોડાં ભાગ બનાવવામાં આવ્યાં હતાં. અહીં પ્રાચીન શૈલીની કોતરણી જોઇ શકાય છે. મંદિરનું અનેકવાર સમારકામ કરવામાં આવ્યું છે. તે કાળમાં વિવિધ શાસકોએ સમયે-સમયે અહીં નિર્માણ કરાવ્યું હતું.

ગ્રીક દેવતા ક્રોનાસ અને સેટર્નને એક જ માનવામાં આવે છેઃ-
પ્રાચીન સમયમાં ગ્રીક દેવતા ક્રોનાસ અને રોમના દેવતા સેટર્નને એક જ માનવામાં આવતાં હતાં. તે સમયે ડિસેમ્બરમાં ક્રોનાસ અને સેટર્નના સન્માનમાં અહીં વિશેષ ઉત્સવ ઉજવવામાં આવતો હતો. લોકો એકબીજાને ભેટ આપતાં હતાં. આ પર્વ અનેક દિવસો સુધી ચાલતો હતો. આજે પણ રોમમાં 17 ડિસેમ્બરથી શનિનો વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે.

ગ્રીક અને રોમન કથાઓ એકબીજા સાથે જોડાયેલી છેઃ-
પ્રાચીન સમયની ગ્રીક અને રોમન કથાઓ એકબીજા સાથે જોડાયેલી હતી. આ બંનેની માન્યતાઓમાં દેવી-દેવતાઓના નામ અલગ-અલગ હતાં. પરંતુ સમાનતાઓ અનેક હતી. થોડાં ઇતિહાસકારો પ્રમાણે ગ્રીક ધર્મના પ્રભાવ વધવાથી શનિ રોમન પૌરાણિક કથાઓમાં મળી આવતાં હતાં. રોમનમાં શનિ અથવા સેટર્નસ અને ગ્રીક દેવતા ક્રોનાસ બંને એક જ માનવામાં આવતાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post