• Home
  • News
  • શિવસેના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન:કંગનાની આડમાં સંજય રાઉત ગુજરાત પર ચીડાયા, બોલ્યા - હિંમત હોય તો અમદાવાદને મિની પાકિસ્તાન કહો
post

એક સાંસદની આવી ભાષા? સંજય રાઉતે કહ્યું હતું - કંગના ‘...ખોર’ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 11:07:53

મુંબઈની તુલના પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(પીઓકે) સાથે કરવા મામલે અભિનેત્રી કંગના રણૌત અને શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વચ્ચે વાકયુદ્ધ થંભી રહ્યું નથી. કંગનાએ રવિવારે એક વીડિયો અપલોડ કરી સંજય રાઉતને ફરી પડકાર્યા હતા. ટ્વિટમાં શેર વીડિયોમાં કંગનાએ કહ્યું કે સંજય રાઉત જી, તમે મને...કહી (ગાળ). આ તમારી માનસિકતાને દર્શાવે છે. જો હું મુંબઈ પોલીસની ટીકા કરું કે પછી હું તમારી ટીકા કરું છું તો તમે એમ ન કહી શકો કે હું મહારાષ્ટ્રનું અપમાન કરી રહી છું. તમે મહારાષ્ટ્ર નથી. તમારા લોકો મને ધમકાવી રહ્યા છે. તેમ છતાં હું 9 સપ્ટેમ્બરે મુંબઈ આવીશ.

તમે મહિલાઓનું ઉત્પીડન કરનારાને મજબૂર કરો છોઃ કંગના
અભિનેત્રીએ રાઉત પર દીકરીઓનું અપમાન કરવાનો આરોપ મૂકતાં કહ્યું કે દેશની દીકરીઓ તમને ક્યારેય માફ નહીં કરે. કંગનાએ રાઉત પર આરોપ મૂક્યો કે તમે મહિલાઓનું ઉત્પીડન કરનારાને મજબૂત કરી રહ્યાં છો. કંગનાએ એમ પણ કહ્યું કે જ્યારે આમિર ખાને કહ્યું હતું કે તેમને આ દેશમાં ડર લાગે છે ત્યારે કોઈએ તેમને એવી ગાળ નહોતી આપી. નસીરુદ્દીન શાહે પણ કહ્યું હતું ત્યારે તેમને પણ કોઈએ આવું નહોતું કહ્યું.

સંજય રાઉતે કહ્યું - શું અમદાવાદ વિશે એવું બોલવાની તાકાત છે?
સંજય રાઉતે રવિવારે કહ્યું કે શું કંગના રણૌતમાં એટલી હિમ્મત છે કે તે અમદાવાદ વિશે એવું કંઇક કહી શકે? રાઉતે કંગનાને માફ કરવાનો ઈનકાર કર્યો અને કહ્યું કે જો તે છોકરી(કંગના)મહારાષ્ટ્રની માફી માગશે તો હું માફી અંગે વિચારીશ. તેણે મુંબઈને મિની પાકિસ્તાન ગણાવ્યું છે. શું તેમાં અમદાવાદ વિશે આવું કહેવાની તાકાત છે?

મને અભિવ્યક્તિની આઝાદી
સંજયજી, મને અભિવ્યક્તિની પૂરી આઝાદી છે. મને આપણા દેશમાં ક્યાંય પણ જવાની આઝાદી છે. હું આઝાદ છું. મહિલાઓનું સરસ અપમાન કરવામાં આવી રહ્યું છે. આપ જાણતા હશો કે દેશમાં દરરોજ, દર કલાકે કેટલી છોકરીઓ પર બળાત્કાર થાય છે. આ માટે જવાબદાર કોણ છે? આ માનસિકતા જવાબદાર છે. > કંગના રાણાવત, અભિનેત્રી

કંગના મહારાષ્ટ્રની માફી માંગે
જો તે છોકરી (કંગના) મહારાષ્ટ્રની માફી માંગે તો હું માફ કરવા અંગે વિચારીશ. તે મુંબઈને મીની પાકિસ્તાન કહે છે. શું તેનામાં અમદાવાદને આવું કહેવાની હિંમત છે. મારી હિંમતની પરીક્ષા કરવાની ગુસ્તાખી ના કરતા. પહેલા પણ હું ઘણા તોફાનોની દિશા બદલી ચૂક્યો છું. - સંજય રાઉત, સાંસદ શિવસેના અને સામના દૈનિકના સંપાદક

સંજય રાઉત ગુજરાત, અમદાવાદ, અમદાવાદીઓની માફી માંગે
કંગના સાથેના ઝઘડામાં ગુજરાતને, અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાના ઇરાદાથી સંજય રાઉતે ગુજરાતમાં અમદાવાદને મિની પાકિસ્તાન કહીને ગુજરાતનું હાડોહાડ અપમાન કર્યું છે. તેમણે ગુજરાત, અમદાવાદ, અમદાવાદીઓની માફી માંગવી જોઈએ. આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. સરદાર પટેલે 562 રજવાડા એક કરી ભારતની અખંડીતતા મજબૂત કરી હતી. ભારતના ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાતના યોગદાનને યાદ રાખવું જોઈએ. - ભરત પંડ્યા, પ્રવક્તા ભાજપ

 

adv

Related News

post
post
post
post
post
post
post