• Home
  • News
  • અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગ:2 જગ્યાએ ગોળીબારમાં 3ના મોત, 5 ઘાયલ; પોલીસે કહ્યું- હુમલાખોર માર્યો ગયો
post

આ પહેલા કેમ્પસમાં હાજર પોલીસ અધિકારીઓએ શકાસ્પદ એક અશ્વેતની તસવીર જાહેર કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 19:22:43

મિશિગન: અમેરિકાના મિશિગન સ્ટેટ યુનિવર્સિટી કેમ્પસમાં 2 જગ્યાએ ફાયરિંગ કરવાની ઘટના બની હતી. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 5 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. MSU પોલીસે કહ્યું હતું કે હુમલાખોરે પોતાને પણ ઈજા પહોંચાડી હતી, જેમાં તેનું પણ મોત થયું છે. કેમ્પસની બહારથી શંકાસ્પદનો મૃતદેહ મળી આવ્યો છે.  આ પહેલા કેમ્પસમાં હાજર પોલીસ અધિકારીઓએ શકાસ્પદ એક અશ્વેતની તસવીર જાહેર કરી છે. તસવીરમાં તેની ઉંચાઈ ઓછી છે અને ચહેરા પર માસ્ક પહેરેલું છે.

વિદ્યાર્થીઓને કેમ્પસમાં ન આવવાનો આદેશ
મિશિગન યુનિવર્સિટીના બર્કી હોલ અને IM ઈસ્ટ સેન્ટરમાં આ ઘટના બની હતી. બે જગ્યાઓ વચ્ચે લગભગ એક માઈલનું અંતર છે. પોલીસને લગભગ રાત્રે 8 વાગે ઈમરજન્સી નંબર 911 પર ફાયરિંગ થયું હોવાની જાણકારી મળી હતી. તેના 10 મિનીટ બાદ યુનિવર્સિટીમાં અન્ય એક જગ્યા પર પણ ફાયરિંગ થયું હતું. સ્થિતિને જોતા વિદ્યાર્થીઓને કેમ્પસમાં ન આવવાના આદેશ આપવામાં આવ્યા હતા. ઘટનામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને કેમ્પસની નજીક સ્પેરો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીમાં 48 કલાક સુધી વર્ગો બંધ કરાયા
યુનિવર્સિટીમાં તમામ એક્ટિવિડીઝ અને વર્ગો આગામી 14 કલાક સુધી બંધ કરવામાં આવ્યા છે. સાવચેતી તરીકે 30 ફાયર ટ્રક, એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી વાહનોને કેમ્પસની બહાર તહેનાત કરવામાં આવ્યા છે. જો કે કેમ્પસની બહાર હાજર તમામ વિદ્યાર્થીઓને સલામત સ્થળે જતા રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

અમેરિકાના ફ્લોરિડામાં હુમલાખોર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં 10 લોકો ઘાયલ થયા હતા. ઘટના ફ્લોરિડાનાં લેક લેન્ડ વિસ્તારમાં બની હતી. પોલીસ ચીફ સેમ ટેલરના જણાવ્યા મુજબ, હુમલાખોર એક ડાર્ક બ્લુ કારમાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચતા જ તેણે કારનો કાચ ખોલીને ધડાધડ ગોળીઓ વરસાવી હતી. મળતી માહીતી મુજબ ફાયરિંગમા બે લોકોની હાલત ગંભીર છે. ઘટના બાદ પોલીસ કારની તપાસ કરી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post