• Home
  • News
  • કર્ણાટકના અંકોલામાં મંદિરથી પરત ફરતા સમયે શ્રીપદ નાઈકની કારે પલટી મારી, પત્ની અને પીએનાં મોત
post

મૂળરૂપે ગોવાના રહેવાસી નાઇક પોતાનાં પત્ની વિજયાની સાથો ગોકર્ણ જઈ રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 11:08:50

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈકની કાર સોમવારે કર્ણાટકના અંકોલામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં શ્રીપદ નાઈકનાં પત્ની વિજયા નાઇક અને તેમના પીએનું મોત નીપજ્યું છે. નાઈક પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે તેમની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વાત કરીને કેન્દ્રીય મંત્રીના ઈલાજની યોગ્ય વ્યવસ્થા કરવાનું કહ્યું છે.

નાઈકની સાથે ત્રણ લોકો ઘાયલ
મૂળરૂપે ગોવાના રહેવાસી નાઇક પોતાનાં પત્ની વિજયાની સાથો ગોકર્ણ જઈ રહ્યા હતા. યેલ્લાપુરથી ગોકર્ણ વચ્ચે તેમના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો. દુર્ઘટનામાં નાઇકનાં પત્ની વિજયા અને તેમના પીએનું મોત નીપજ્યું છે. તો મંત્રી શ્રીપદ નાઇક અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા મંત્રી
જાણકારી મુજબ શ્રીપદ નાઇક અને તેમના પત્ની સોમવારે સવારે ઉત્તર કર્ણાટકના યેલ્લાપુર ગયા હતા. જ્યાં તેઓએ ગણપતિ મંદિર, કવાદિકરે મંદિર, પંડવાસી ગ્રામ દીવી મંદિરઅને ઈશ્વરા મંદિરમાં દર્શન કર્યા હતા. આ મંદિરોમાં નાઇક અને તેમના પત્નીએ ગણવાહન અનુષ્ઠાન કરાવીને વિશેષ પૂજા કરી હતી. પરત ફરતા સમયે આ દૂર્ઘટના ઘટી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post