• Home
  • News
  • ચાંદી વધુ રૂ. 3000 તૂટી 67000, સોનુ રૂ. 54000 અંદર સરક્યું, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ વધ્યાથી 110$ તૂટી 1940$ અંદર
post

કોરોના સમયમાં આવેલી આક્રમક તેજીનો અંત આવ્યો હોવાનું બુલિયન એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 08:57:36

અમદાવાદ: રશિયાએ કોરોના વાઈરસ રસીની સૌ પ્રથમ જાહેરાત કરી હોવાના કારણે સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ટોપ બનાવ્યાથી સરેરાશ 100 ડોલરથી વધુ અને ચાંદી 3 ડોલર સુધી ઘટી ગઇ છે જેના કારણે સ્થાનિક બજારમાં પણ ઝડપી ઘટાડો આવ્યો છે. અમદાવાદ ખાતે સોનું વધુ રૂ.1900ના ઘટાડા સાથે રૂ.54000ની અંદર ક્વોટ થવા લાગ્યું હતું. જ્યારે ચાંદીમાં રૂ.3000નો ઝડપી ઘટાડો થઇ 70000ની સપાટી અંદર 67000 બોલાઇ ગયું છે.

કોરોના સમયમાં આવેલી આક્રમક તેજીનો અંત આવ્યો હોવાનું બુલિયન એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. સોના-ચાંદીમાં આવેલ તેજી નાટ્યાત્મક રૂપે હતી. વાસ્તવિક ખરીદી સાવ ઠંડી છે. હેજફંડો, એચએનઆઇ ઇનવેસ્ટર્સ તેમજ ગોલ્ડ ઇટીએફમાં ખેલાડીઓ દ્વારા આક્રમક ખરીદીના સપોર્ટથી તેજી જોવા મળી હતી. આ ઉપરાંત માઇનિંગ બંધ રહેવા સાથે લોકડાઉનમાં સપ્લાઇ ખોરવાઇ હોવાથી સપોર્ટ મળ્યો હતો. હાલની સ્થિતિ જોતા જો અન્ય દેશો પણ રસીની જાહેરાત કરશે અને ડોલર ઇન્ડેક્સમાં ફરી સુધારાની ચાલ જોવા મળશે તો સોનામાં હવે મોટી તેજી નકારાઇ રહી છે. જ્યારે ચાંદીમાં સોના કરતા ફંડામેન્ટલ મજબૂત બની રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post