• Home
  • News
  • ચાંદી બે દિવસમાં રૂ. 2000 ઉછળી રૂ. 51500, વૈશ્વિક 19 ડોલર ક્રોસ, બ્રેન્ટ ક્રૂડ ઉછળી 44 ડોલર નજીક સરક્યું
post

વૈશ્વિક સોનું 9 વર્ષની ઉંચાઇએ પહોંચી 1818 ડોલર ક્વોટ થઇ રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 09:52:24

અમદાવાદ: સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઝડપી 19 ડોલરની સપાટી કુદાવી 19.35 ડોલર પહોંચતા સ્થાનિકમાં બે દિવસમાં રૂ.2000 વધી રૂ.51500 બોલાઇ ગઇ છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખુલવા સાથે હંજફંડોનું પણ ચાંદીમાં વધી રહેલા આકર્ષણના કારણે તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી સાપ્તાહિક ધોરણે 19.70 ડોલરની સપાટી ઉપર બંધ આપે તો આગળ જતા 20.30-21.00 ડોલરની સપાટી સુધી પહોંચી શકે છે.

વૈશ્વિક સોનું 9 વર્ષની ઉંચાઇએ પહોંચી 1818 ડોલર ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે સ્થાનિકમાં પણ ભાવ નવી ટોચે પહોંચ્યા છે. જોકે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે મજબૂત બનતા સ્થાનિકમાં અમદાવાદ ખાતે સોનું 100ના નજીવા ઘટાડા સાથે રૂ.50800 ક્વોટ થતું હતું. બૂલિયન એનાલિસ્ટો સોનામાં તેજીનો ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. 

બ્રેન્ટ ક્રૂડ ઉછળી 44 ડોલર નજીક સરક્યું
ક્રૂડઓઇલમાં તોફાની તેજી જોવા મળી છે. ક્રૂડ ઇનવેન્ટરી ઘટશે તેવા અહેવાલ સામે માગ ખુલતા બ્રેન્ટ ક્રૂડ વધી 43.42 ડોલર જ્યારે ડબલ્યુટીઆઇ ક્રૂડ 41 ડોલર નજીક ક્વોટ થઇ રહ્યું છે. સાપ્તાહિક ધોરણે બ્રેન્ટ 46 ડોલર ઉપર બંધ આપે તો નવી તેજી જોવા મળશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post