• Home
  • News
  • રોકાણની તક:જ્વેલરી, ફૂડ, ફાઈનાન્સ ક્ષેત્રના 6000 કરોડના છ IPO આગામી મહિને આવશે
post

પોઝિટિવ સેન્ટિમેન્ટનો લાભ લેવા માટે કંપનીઓ તત્પર

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 10:53:29

માર્કેટની તેજીને જોતાં વધુને વધુ કંપનીઓ 2020ના ડિસેમ્બર અંત સુધી આઈપીઓ યોજી શકે છે. છથી વધુ કંપનીઓ આઈપીઓ યોજી માર્કેટમાંથી રૂ. 6000 કરોડનુ ફંડ એકત્ર કરી તેજીના સેન્ટિમેન્ટનો લાભ લેવા તત્પર બની છે. સુત્રો અનુસાર, ડિસેમ્બરમાં કલ્યાણ જ્વેલર્સ રૂ. 1750 કરોડનો આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે. પ્રમોટર ટીએસ કલ્યાણરમન અને હાઈડેલ ઈન્વેસ્ટમેન્ટ આઈપીઓ મારફત 1000 કરોડના નવા ઈશ્યૂ સાથે રૂ. 750 કરોડની ઓફર ફોર સેલ કરશે.

જ્યારે ફાઈનાન્સ સેક્ટરની સુર્યોદય સ્મોલ ફાઈનાન્સ અને ઈએસએએફ આઈપીઓ મારફત રૂ. 1000-1000 કરોડ એકત્ર કરશે. જાહેર સેક્ટરની રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો રૂ. 700 કરોડનો આઈપીઓ 2 ડિસેમ્બરના રોજ શરૂ થશે. જેમાં સરકાર પોતાના 8.5 કરોડ શેર વેચશે. બર્ગરકિંગ પણ ટૂંકસમયમાં રૂ. 400 કરોડનો આઈપીઓ લોન્ચ કરશે. તદુપરાંત એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ પણ પુરજોશમાં છે. કંપનીએ માર્ચમાં લોકડાઉનના લીધે આઈપીઓ સ્થગિત કર્યો હતો. કોટક ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ઈક્વિટી કેપિટલ માર્કેટના હેડ વી જયશંકરે જણાવ્યુ હતુ કે, અત્યારસુધી એવી જ કંપનીઓ લિસ્ટેડ થઈ છે.

કોરોનામાં IPO173% સુધી રિટર્ન અપાવ્યુ
​​​​​​​કોરોના વાયરસના લીધે લાગૂ લોકડાઉન દૂર થયા બાદ અમુક કંપનીઓએ આઈપીઓ યોજવા હિંમત દર્શાવી હતી. જેમાં રૂટ મોબાઈલ ઈશ્યૂ પ્રાઈશ સામે 173 ટકા રિટર્ન સાથે ટોચ પર રહી છે. હેપ્પિએસ્ટ માઈન્ડ્સ ટેક્નોલોજી 92 ટકા, રોસ્સરી બાયોટેક 87 ટકા, ગ્લેન્ડ ફાર્મા 50 ટકા, અને મઝગાંવ ડોક 25 ટકા રિટર્ન આપી રહ્યા છે. એકમાત્ર યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની ઈશ્યૂ પ્રાઈસ 554 સામે 3.36 ટકા નેગેટીવ રિટર્ન આપી રહી છે. નોંધનીય છે કે, આજે યુટીઆઈ એએમસી 560.95ની વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ પ્રોફિટ બુકિંગના પગલે ઘટી 535.65 પર બંધ રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post