• Home
  • News
  • ...તો શું જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ બનશે ગુલામ નબી આઝાદ? પૂર્વ કોંગ્રેસી નેતાએ આપ્યો આ જવાબ
post

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે કલમ 370 અને 35એ રદ કરવી એ મોટી ભૂલ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-02 17:10:07

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના પૂર્વ મુખ્યમંત્રી તથા ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad ) ઉપરાજ્યપાલ (Lieutenant Governor) બનાવવા અંગેના સવાલ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હું અહીં નોકરી કરવા નહીં પણ લોકોની સેવા કરવા આવ્યો છું. 

આઝાદ શું બોલ્યાં આ અંગે? 

પૂર્વ કોંગ્રેસ નેતાએ ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) ના સ્થાપના દિવસ પર આયોજિત રેલીમાં અફવાઓને નકારતાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે લોકો આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે. આઝાદે કહ્યું કે અમુક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે હું પુર્નવાસની શોધમાં છું. જ્યારે હું 2005માં મુખ્યમંત્રી હતો તો લોકોની સેવા કરવા બે કેન્દ્રીય મંત્રાલય આવાસ અને શહેરી વિકાસ તથા સંસદીય કાર્ય છોડી દીધા હતા. એવું નહોતું કે મારી પાસે કોઈ કામ નહોતું. 

મોંઘવારી મુદ્દે શું બોલ્યાં? 

બેરોજગારી અને ફુગાવા જમ્મુ-કાશ્મીરની બે મુખ્ય સમસ્યાઓ છે જેનો ઉપાય તે ક્ષેત્રની પર્યટન ક્ષમતાના સહારે શોધવા માગે છે. મોંઘવારી ધી રહી છે. આ સત્ય છે કે ફુગાવો ફક્ત ભારત માટે નથી. યુરોપમાં સૌથી વધુ છે પણ તેમની પાસે તેનો સામનો કરવાના સંસાધન પણ છે. અમે તો એક ગરીબ રાજ્યથી છીએ. સરકાર નોકરીઓ માટે જાહેરાત બહાર પાડે છે પણ ઈન્ટરવ્યૂ થતા નથી. શિક્ષિતો પાસે નોકરી નથી. વાલીઓએ બાળકોના અભ્યાસ પાછળ આખી બચત ખર્ચી દીધી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે કલમ 370 અને 35એ રદ કરવી એ મોટી ભૂલ હતી. 


adv

Related News

post
post
post
post
post
post
post