• Home
  • News
  • અડવાણીને ભારત રત્ન બદલ વિપક્ષમાંથી કોઈએ આપી શુભેચ્છા તો કોઈએ કર્યો કટાક્ષ...
post

શિવસેના (UBT) નો સવાલ - વીર સાવરકર અને બાલાસાહેબ ઠાકરેને ભારત રત્ન ક્યારે મળશે?

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-03 16:45:10

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ  નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી અને ફોન પર તેમને અભિનંદન આપ્યા હતા. આ જાહેરાત બાદ અનેક નેતાઓ અને મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. દરમિયાન મહિલા કોંગ્રેસ પ્રમુખ અલકા લાંબા, NCP વડા શરદ પવાર અને BRS MLC કવિતાએ પણ પ્રતિક્રિયા આપી છે. જાણો કયા પક્ષના નેતાએ શું પ્રતિક્રિયા આપી. 

બીઆરએસ તરફથી કે.કવિતાએ કહ્યું - અડવાણીજીને ખૂબ ખૂબ અભિનંદન

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) એમએલસી કવિતાએ કહ્યું કે, "ભારત રત્ન એનાયત થવા બદલ લાલકૃષ્ણ અડવાણીને ખૂબ ખૂબ અભિનંદન. એ સારી વાત છે કે રામ મંદિરનું પણ નિર્માણ થઈ ગયું છે અને લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. ભાજપનો એજન્ડા પૂરો થતો દેખાઈ રહ્યો છે. ''


એનસીપી તરફથી શરદ પવાર શું બોલ્યાં 

શરદ પવારે કહ્યું કે, ભારતના પૂર્વ ઉપવડાપ્રધાન અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થવાથી હું ખુશ છું. તેમણે દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, હાર્દિક અભિનંદન..!"


સપા પ્રમુખ અખિલેશ યાદવે આપી પ્રતિક્રિયા 

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું, ભાજપ પોતાની વોટ બેન્ક બચાવવા માટે આ ભારત રત્ન પુરસ્કાર આપી રહ્યા છે."

કોંગ્રેસે ભાજપ પર કટાક્ષ કર્યો 

કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, ''ભારત રત્ન એવોર્ડ મેળવવા બદલ ચોક્કસપણે લાલકૃષ્ણ અડવાણીને અભિનંદન આપવા જોઈએ. હું પણ તેમને અભિનંદન આપું છું. કાયદા મુજબ, તેઓ તેમની પાર્ટીની સરકારમાં સર્વોચ્ચ પદ માટે લાયક હતા પરંતુ વડાપ્રધાન મોદીએ તેમને ઓછામાં ઓછું ભારત રત્ન આપ્યું તેના માટે લાલકૃષ્ણ અડવાણીને અભિનંદન.''

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ શું કહ્યું? 

મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે મેં તો સાંભળ્યું હતું કે મોહન ભાગવતને ભારત રત્ન આપવાના હતા. તેમણે અડવાણીને અભિનંદન આપતાં કહ્યું કે મોહન ભાગવતને પણ ભારત રત્ન આપવામાં આવશે. બીજી બાજુ સંદીપ દીક્ષિતે પણ શુભેચ્છા પાઠવતાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી રાજકીય લાભ માટે બધું કરે છે. કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીને ફક્ત સરકારી સન્માન આપવામાં આવ્યું છે, પરંતુ 10 વર્ષમાં વાસ્તવિક સન્માન આપવામાં આવ્યું નથી. પીએમ મોદી મંચ પર તેમની અવગણના કરતા રહ્યા. તેમને રાષ્ટ્રપતિ પણ બનાવવામાં ન આવ્યા.

શિવસેનાના નેતાએ માગ કરી

શિવસેના (UBT) નેતા આનંદ દુબેએ કહ્યું કે, અમને અત્યારે ખબર પડી કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ ખુશીની વાત છે. તેમણે હંમેશા વિનમ્રતાની રાજનીતિ કરી અને બધાને એકજૂટ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વીર સાવરકર અને બાલાસાહેબ ઠાકરેને ભારત રત્ન ક્યારે મળશે? આ બે મહાન હસ્તીઓને પણ ભારત રત્ન નથી આપવામાં આવી રહ્યો.


adv

Related News

post
post
post
post
post
post
post