• Home
  • News
  • દક્ષિણ કોરિયાની ક્લબોમાં હવે ક્યુઆર કોડ દ્વારા જ એન્ટ્રી મળશે
post

દ.કોરિયામાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવાનું કારણ ક્લબ, બાર અને ચર્ચ જેવાં સ્થળોએ લોકો ભેગા થાય છે એ જ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 11:50:42

સિઓલ‌: દક્ષિણ કોરિયાની ક્લબો અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકોને ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી જ એન્ટ્રી અપાશે. આ સિસ્ટમ જૂન મહિનાથી લાગુ થશે. તે અંતર્ગત હાઇ રિસ્કવાળાં તમામ સ્થળોએ પણ ક્યુઆર કોડ સિસ્ટમ અપનાવવી પડશે. દ.કોરિયામાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવાનું કારણ ક્લબ, બાર અને ચર્ચ જેવાં સ્થળોએ લોકો ભેગા થાય છે એ જ છે.


બાળકો આ અઠવાડિયાથી ફરી સ્કૂલે જશે
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. તદુપરાંત, દેશમાં બાળકો આ અઠવાડિયાથી ફરી સ્કૂલે જશે. તેનાથી વાઇરસ ફેલાવાનું જોખમ વધી ગયું છે. દક્ષિણ કોરિયાના રોગ નિયંત્રણ અને રોકધામ કેન્દ્રએ કહ્યું છે કે સોમવારે જારી નવા આંકડા સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 11,206 થઇ છે, જેમાંથી 267 લોકોના અત્યાર સુધીમાં મોત થયાં છે. 

adv

Related News

post
post
post
post
post
post
post