• Home
  • News
  • કિમ પર નવો દાવ:સાઉથ કોરિયાના ઓફિસરે કહ્યું- નોર્થ કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન કોમામાં, બહેને દેશની કમાન સંભાળી
post

મિન દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ કિમ દેઈ જુંગના સ્પેશિયલ આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 10:55:49

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કોમામાં છે. હાલ દેશની કમાન તેમની બહેન કિમ યો જોંગ સંભાળી રહ્યા છે. આ દાવો દક્ષિણ કોરિયાના પૂર્વ ઈન્ટેલિજન્સ ઓફિસર ચાંગ સોંગ મિને કર્યો છે. મિન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ કિમ દેઈ જુંગના સ્પેશિયલ આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. મિનના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ ઉન ગંભીર રીતે બીમાર છે. જોકે બીમારી શું છે તે વિશે હજી ચોક્કસ કોઈ માહિતી આપવામાં આવી નથી. એક મહિના પહેલાં પણ કિમ ગંભીર રીતે બીમાર હોવાના ન્યૂઝ આવ્યા હતા, પરંતુ ત્યારે તેમણે અચાનક સામે આવીને આ બધી અફવાઓને પાયાવિહોણી ગણાવી હતી.

કોમામાં કિમ, છતા જીવતો
સાઉથ કોરિયાઈ મીડિયા સાથેની વાતચીત દરમિયાન મિને કહ્યું કે, મને ખબર છે ત્યાં સુધી કિમ અત્યારે કોમામાં છે પરંતુ અત્યાર સુધી જીવતો છે. હાલ નોર્થ કોરિયાની કમાન કિમની નાની બેન કિમ યો જોંગ સંભાળી રહી છે. જોંગ માટે સત્તા સંભાળવાનો આ પહેલો મોકો નથી. તે પહેલાં પણ મોટાભાઈને મદદ કરવાના હેતુથી સરકાર ચલાવવામાં મદદ કરતી હતી.

બહેનને સત્તા કેમ સોંપી
મિને કહ્યું કે, કિમે હજી સુધી બહેનને સંપૂર્ણ સત્તા નથી સોંપી. હાલ તેમને આ જવાબદારી એટલા માટે આપવામાં આવી છે જેથી નેતૃત્વનું સંકટ વધારે સમય સુધી ન રહે અને તેમને સરકાર ચલાવવાની સંપૂર્ણ સમજ આવી જાય. 33 વર્ષની જોંગ વિશે ગયા મહિને પણ ખબર આવી હતી કે, તે સરકારમાં બીજા નંબરે છે. જોકે કિમે કદી ઓફિશિયલ રીતે જોંગને ઉત્તરાધિકારી જાહેર નથી કરી.

સાઉથ કોરિયા પર કડક નજર
પડોશી દેશમાં ચાલતી રાજકીય હલચલ પર સાઉથ કોરિયાની કડક નજર છે. કિમની કોમામાં હોવાની ખબર આવતા જ દક્ષિણ કોરિયામાં નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ મીટિંગ કરવામાં આવી હતી. દેશની ન્યૂઝ એઝન્સી યોનહાપે કહ્યું- કિમ યો જોંગના સત્તા સંભાળવાના ન્યૂઝથી કોઈ આશ્ચર્ય નથી થયું. આવનારા સમયમાં આ જ થવાનું હતું. જોંગ પાર્ટીની સેન્ટ્રલ કમિટિ પહેલાં પણ સંભાળી ચૂકી છે. અમુક રિપોર્ટ્સ પ્રમાણે, એપ્રિલમાં જ તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી છે. ત્યારપછીથી કિમ વધારે બીમાર રહેવા લાગ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post