• Home
  • News
  • કોકેઈન સબમરીન:ડ્રગ્સ દાણચોરી માટે બનેલી ખાસ સબમરીન પકડાઈ, કોલંબિયાથી અમેરિકા પહોંચેલું 1702 કરોડ રૂપિયાનું 7711 કિલો કોકેઈન જપ્ત
post

રશિયાના એન્જિનિયરોએ બનાવી, રડારની પકડમાં પણ નથી આવતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 12:15:47

અમેરિકામાં સબમરીનમાં નશીલા પદાર્થોની દાણચોરીની અત્યાર સુધીની સૌથી મોટી ખેપ પકડાઈ છે. સબમરીનની અંદર વોટરપ્રૂફ પેકેટમાં 7711 કિલો કોકેઈન રાખેલું હતું. તેની કિંમત 18 કરોડ પાઉન્ડ(લગભગ 1742 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. ખાસ વાત એ છે કે કોલંબિયાના ડ્રગ માફિયા દાણચોરી માટે નવી નારકો સબમરીન બનાવડાવી રહ્યા છે. તે તૈયાર કરવા પાછળ 75 કરોડનો ખર્ચો થાય છે. તે કંઇક એવી રીતે ડિઝાઈન કરાય છે કે જેથી ખૂણે ખૂણામાં કોકેઈન ભરી શકાય અને તે રડારથી પણ બચી જાય.

નશાના અર્થતંત્રનું ગણિત

·         સબમરીનમાં સવાર દરેક વ્યક્તિને આશરે 9.6 લાખ રૂપિયા મળે છે

·         કોકેઈનની એક ખેપના બદલામાં સબમરીનમાં સવાર દરેક વ્યક્તિને 10 હજાર પાઉન્ડ(આશરે 9.6 લાખ રૂપિયા) મળે છે.

·         પેસિફિક મહાસાગર ક્ષેત્રના મધ્ય અમેરિકા અને તેના બીજા દેશો સુધી કે કેરેબિયન અને એટલાન્ટિકથી લઈને પૂર્વ આફ્રિકા અને યુરોપ સુધીના મુખ્ય માર્ગો પર ગત વર્ષે કોકેઈનની દાણચોરી કરનારાઓની 39 સબમરીન પકડી લેવાઇ હતી.

કોકેઈન સબમરીનની વિશેષતા

·         દાણચોરીમાં વપરાતી સબમરીનની લંબાઈ 40 ફૂટથી શરૂ થાય છે

·         તે સરળતાથી 16 ક્વિન્ટલ જેટલું કોકેઈન લઈ જવામાં સક્ષમ હોય છે.

·         કોલંબિયાથી મેક્સિકો, અમેરિકા, આફ્રિકા, સ્પેન, પોર્ટુગલ, હવાઈમાં દાણચોરી

·         કોલંબિયામાં દુનિયાના 70 ટકા કોકેઈનનું ઉત્પાદન કરાય છે

 

adv

Related News

post
post
post
post
post
post
post