• Home
  • News
  • શ્રીલંકા 1 ઓગસ્ટથી ઇન્ટરનેશનલ પર્યટન શરૂ થશે, કડક નિર્દેશો જારી
post

2018માં શ્રીલંકામાં 23 લાખ પર્યટકો આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 10:21:46

કોલંબો: એશિયાના ટોચના પર્યટન સ્થળોમાં સામેલ શ્રીલંકા આંતરરાષ્ટ્રીય પર્યટન ફરી શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. અહીં કોરોનાને કારણે લૉકડાઉન જારી છે અને હાલ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ પર પ્રતિબંધ છે. પર્યટન ફરી શરૂ કરવા સરકારે કડક દિશાનિર્દેશો જારી કર્યા છે, જે અંતર્ગત પર્યટકોએ એરાઇવલના ઓછામાં ઓછા 72 કલાક અગાઉ જારી થયો હોય તેવો કોરોનાના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દર્શાવવાનો રહેશે. તેઓ શ્રીલંકા પહોંચ્યા બાદ એરપોર્ટ પર ફરી તેમનો કોરોના ટેસ્ટ થશે. 5-7 દિવસમાં કે તે પહેલાં શ્વસન લક્ષણો વિકસિત થાય તો ત્રીજો ટેસ્ટ થશે. પર્યટક 10 દિવસથી વધારે રોકાય તો વધુ એક ટેસ્ટ કરાશે. તદુપરાંત, ટૂર પેકેજનું પ્રી-બુકિંગ કરાવવાનું રહેશે. 

શ્રીલંકા ટૂરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીના એક અધિકારીએ જણાવ્યું કે ટૂર પેકેજીસમાં પ્રી-બુકિંગની અનિવાર્ય આવશ્યકતાઓમાં ઓન એરાઇવલ વિઝાનું સસ્પેન્શન અને પર્યટકો માટે 100 ડોલર વિઝા ચાર્જ સામેલ છે. 

ઓછામાં ઓછા 5 દિવસનો પ્રવાસ ફરજિયાત રહેશે. શ્રીલંકામાં વર્ષ 2018માં 23 લાખ પર્યટકો આવ્યા હતા. ત્યાર બાદ એપ્રિલ, 2019માં ઇસ્ટર પર થયેલા બોમ્બ વિસ્ફોટોના કારણે પર્યટકો 70 ટકા સુધી ઘટી ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post