• Home
  • News
  • 7થી 8 કલાકના વાંચનથી અમદાવાદની નિધિ ચૌહાણે 99.54 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા
post

સ્કૂલમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે મોટિવેશનલનું આયોજન કરવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-15 12:07:32

અમદાવાદ: શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી વેદ ગ્રૂપ સંચાલિત કામેશ્વર સ્કૂલમાં અભ્યાસ કરતી નિધિ ઘનશ્યામસિંહ ચૌહાણે ધો. 12 કોમર્સમાં 99.54 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. નિધિએ પરિણામ વિશે જણાવ્યું હતું કે 7થી 8 કલાકના વાંચનનું આ પરિણામ આવ્યું છે. 

મુશ્કેલી પડે ત્યારે સ્કૂલના શિક્ષકોની મદદ લેતી હતી: નિધિ
કોરોનાની મહામારીમાં લોકડાઉન બાદ ખૂબ જ સારા સમાચાર આવ્યા છે અને 99.54 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. પરિણામ માટે સ્કૂલના આચાર્ય, ડાયરેકટર અને શિક્ષકોનો ખૂબ આભાર માનું છું. જ્યારે પણ અભ્યાસમાં તકલીફ પડતી હતી ત્યારે સ્કૂલના શિક્ષકોની મદદ લેતી હતી અને તેઓએ કોઈપણ સમયે સાથ આપી મુશ્કેલીઓ દૂર કરી છે. પરીક્ષા પહેલા સ્કૂલમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે મોટિવેશનલનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે અમારામાંથી પરીક્ષાનો ડર દૂર થઈ ગઈ ગયો હતો અને પરીક્ષા આપી હતી જેનું આજે આ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post