• Home
  • News
  • આજે શેરબજાર તેજી સાથે બંધ:સેન્સેક્સ 126 પોઈન્ટના ઉછાળા સાથે 57,653ના સ્તરે બંધ, અદાણી ગ્રુપના તમામ 10 શેર તૂટ્યા
post

સેન્સેક્સના 30માંથી 24 શેરમાં ઘટાડો અને 6માં તેજી જોવા મળી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:16:51

સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસ એટલે કે સોમવારે (27 માર્ચ) શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 126 પોઈન્ટ વધી 57,653 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં 40 પોઈન્ટનો વધારો થયો અને 16,985 પર બંધ થયો. સેન્સેક્સના 30માંથી 24 શેરમાં ઘટાડો અને 6માં તેજી જોવા મળી.

અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 1.11% ઘટ્યો
આજે અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો રહ્યો. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 1.11% ઘટ્યો છે. અદાણી પોર્ટ્સમાં અડધા ટકા કરતાથી વધુની તેજી છે. બીજી તરફ અદાણી ટ્રાન્સમિશન, વિલ્મર, પાવર, ટોટલ ગેસ, ગ્રીન એનર્જી અને એનડીટીવીમાં 5-5%નો ઘટાડો જોવા મળ્યો હતો.

FIIએ શુક્રવારે વેચવાલી કરી હતી
શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રોકડ બજારમાં રૂ. 1,720 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રોકડ બજારમાં રૂ. 2,556 કરોડના શેર ખરીદ્યા હતા. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં કુલ FIIનું વેચાણ રૂ. 246 કરોડ રહ્યું છે. જ્યારે, આ સમયગાળા દરમિયાન DIIની કુલ ખરીદી અત્યાર સુધીમાં રૂ. 25,593 કરોડની આસપાસ રહી છે.

શુક્રવારે બજાર ઘટ્યું હતું
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે (24 માર્ચ) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 398 પોઈન્ટ ઘટી 57,527 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં 131 પોઈન્ટનો ઘટાડો થઈ અને 16,945 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30માંથી 24 શેરમાં ઘટાડો અને 6માં તેજી જોવા મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post