• Home
  • News
  • તેજી સાથે શેરબજાર બંધ:સેન્સેક્સ 114 પોઈન્ટના વધારા સાથે 59,106 પર બંધ, નિફ્ટી પણ 38 પોઈન્ટ વધ્યો
post

અગાઉ, નાણાકીય વર્ષ 2022-23ના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 19:38:44

મુંબઈ: નાણાકીય વર્ષ 2023-24ના પહેલાં કારોબારી દિવસ એટલે 3 એપ્રિલે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું. સેન્સેક્સ 114 પોઈન્ટના વધારા સાથે 59,106 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 38 પોઈન્ટનો વધારા થયો. તે 17,398 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરમાંથી 22 શેરોમાં વધારો અને 8માં ઘટાડો જોવા મળ્યો.

શુક્રવારે અમેરિકાનાં માર્કેટમાં પણ વધારો જોવા મળ્યો
ગ્લોબલ બજારમાંથી મિશ્રિત સંકેત મળી રહ્યા છે. SGX NIFTYમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. એશિયા પણ મજબૂત જોવા મળી રહ્યું છે. જોકે ચીન અને તાઈવાનના બજારો આજે બંધ છે. શુક્રવારે અમેરિકી બજારો લગભગ 1.75% વધીને બંધ થયા હતા.

31 માર્ચે જોરદાર તેજી આવી હતી
અગાઉ, નાણાકીય વર્ષ 2022-23ના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1,031 પોઈન્ટના વધારા સાથે 58,991 પર બંધ રહ્યું હતું. નિફ્ટીમાં પણ લગભગ 279 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. 17,359ની સપાટીએ બંધ રહ્યું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરો ઉપર હતા અને માત્ર 4 ડાઉન હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post