• Home
  • News
  • શેરબજારમાં ઘટાડો:સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટીને 60,431 પર બંધ, નિફ્ટી 93 પોઇન્ટ તૂટ્યો; અદાણી ગ્રુપના શેર્સમાં 5%નો ઘટાડો
post

PSU બેન્ક સેક્ટરમાં સૌથી વધુ 2.52%નો ઘટાડો

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 18:22:49

ભારતીય શેરબજારમાં અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 60,431 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 93 પોઇન્ટના ઘટાડા સાથે 17,763 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેર્સમાંથી 18 શેર્સમાં ઘટાડો અને માત્ર 12 શેર્સમાં જ વધારો થયો હતો.

અદાણી ગ્રુપના તમામ શેર 5% તૂટ્યા
બીજી તરફ અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસમાં સૌથી વધુ 7.63%નો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય અદાણી ટ્રાન્સમિશન, પોર્ટ્સ, વિલ્મર, પાવર, ટોટલ ગેસ, ગ્રીન એનર્જી, અંબુજા સિમેન્ટ અને NDTVના શેર્સમાં લગભગ 5-5%નો ઘટાડો થયો હતો. ACCના શેર્સ 3%થી વધુ ઘટ્યા હતા. 24મી જાન્યુઆરીએ હિન્ડનબર્ગનો રિપોર્ટ જાહેર થયા ત્યારથી અદાણી ગ્રુપના શેર્સમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

 

અદાણી એન્ટરપ્રાઇઝીસ-પોર્ટ્સ નિફ્ટી-50 ટોપ લૂઝર
​​​​​​​
અદાણી એન્ટરપ્રાઈઝીસ, અદાણી પોર્ટ્સ, SBI, ઈન્ફોસીસ, અપોલો હોસ્પિટલ, TCS, ટેક મહિન્દ્રા, HDFC લાઈફ અને બજાજ ફાઈનાન્સ સહિત 34 નિફ્ટી-50ના શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ટાઇટન, LT, NTPC, બજાજ ઓટો, આઇસર મોટર્સ, સન ફાર્મા અને પાવર ગ્રીડ સહિત 16 નિફ્ટી શેર્સમાં વધારો જોવા મળ્યો હતો.

PSU બેન્ક સેક્ટરમાં સૌથી વધુ 2.52%નો ઘટાડો
NSE
ના 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સમાંથી 10માં ઘટાડો જોવા મળ્યો હતો. PSU બેન્ક સેક્ટરમાં સૌથી વધુ 2.52%નો ઘટાડો થયો છે. મીડિયા સેક્ટરમાં પણ 2%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. IT, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં 1%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય બેન્ક, ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક સેક્ટરમાં પણ નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર FMCG સેક્ટરમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો.

શુક્રવારે પણ બજાર ઘટાડા સાથે બંધ થયેલું
​​​​​​​
અગાઉ અઠવાડિયાના પાંચમા અને છેલ્લા ટ્રેડિંગ દિવસે (10 ફેબ્રુઆરી) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સતત 2 દિવસના વધારા પછી બજારમાં આ ઘટાડો થયો હતો. ત્યારે સેન્સેક્સ 123 પોઈન્ટના ઘટાડા સાથે 60,682ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 36 પોઈન્ટ ઘટીને 17,856ની સપાટીએ બંધ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post