• Home
  • News
  • કડક નિયમોના લીધે કોરોના સામે લડાઇ જીતી, માસ્ક ન પહેરવા પર 60 હજારનો દંડ, 69 ટકાથી વધુ દર્દી સ્વસ્થ થયા
post

UAEમાં રોજ નોંધાતા કેસમાં 12.36 ટકાનો ઘટાડો થયો, કોરોનાના કેસ ડબલ થવામાં 40 દિવસ લાગ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 10:13:05

અબૂધાબી: સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ધીમે ધીમે જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. મોટાભાગના પ્રતિબંધોમાં છૂટ આપવામા આવી છે. જોકે કોરોનાને રોકવા માટે હજુ પણ અમુક પ્રતિબંધ લાગૂ છે. દુબઇમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. અહીં રિકવરી રેટમાં વધારો થયો છે અને સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો છે. 

20 જૂન સુધી અહીં કોરોનાના કુલ 44 હજાર 533 કેસ સામે આવ્યા હતા. તેમાંથી 30 હજાર 996 સ્વસ્થ થઇ ચૂક્યા છે. પહેલી વખત અહીં 69.60 ટકા દર્દી સ્વસ્થ થયા છે. દૈનિક મોતનો આંકડો પણ ઘટ્યો છે. 20 જૂને અહીં 301 લોકોના મોત થયા હતા. UAEમાં રોજ નોંધાતા કેસની સંખ્યામાં 12.36 ટકાનો ઘટાડો થયો છે. કોરોનાના કેસ ડબલ થવામાં 40 દિવસ લાગ્યા છે. 

નિયમભંગ બદલ આકરો દંડ

·         UAEની રાજધાની અબૂધાબીમાં 23 જૂન સુધી મુવમેન્ટ પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. આખા દેશમાં માસ્ક પહેરવું જરૂરી છે. 

·         નિયમોનું ચૂસ્તપણે પાલન થાય તેના માટે આકરો દંડ નક્કી કરવામા આવ્યો છે. જો માસ્ક વિના કોઇ પકડાય તો ત્રણ હજાર દિરહમ(લગભગ 60 હજાર રૂપિયા)નો દંડ છે. 

·         અગાઉ શોપિંગ મોલ, પબ્લિક સેક્ટર બિઝનેસને 30 ટકા સ્ટાફ સાથે કામ ચાલુ કરવાની મંજૂરી આપવામા આવી હતી. હવે વાયરસ કાબૂમાં હોવાથી સંપૂર્ણ ક્ષમતા સાથે દરેક સેન્ટર કામ કરી રહ્યા છે. 

·         UAEના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાવાયરસના ઇલાજ માટે નવી ટેક્નોલોજી વિકસિત કરી છે. તેમાં સ્ટેમ સેલની મદદથી ઇલાજ કરવામા આવી રહ્યો છે. 

·         જિમ, રેસ્તરાં, સલુન અને પર્યટન સ્થળો અત્યારે ફરી ખુલી ગયા છે. જોકે સ્કૂલ અને યુનિવર્સિટી સપ્ટેમ્બરના અંત સુધી નહીં ખુલે. વિદ્યાર્થીઓ માટે ઇ લર્નિંગ પ્રોગ્રામ ચલાવવામા આવી રહ્યા છે. અધિકારીઓની મંજૂરી મળશે ત્યારબાદ દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ ખોલવામા આવશે. 

·         UAEમાં લગભગ 190થી વધુ દેશના નાગરિકો રહે છે. તેમાંથી મોટાભાગના દરરોજ સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરે છે. બસ અને મેટ્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. મહામારીના લીધે અહીં ઘણા લોકોની નોકરી જતી રહી છે અને ઘણા લોકોના પગારમાં પણ કપાત થયો છે. 

અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઇ શકે છે
દુબઇમાં અર્થવ્યવસ્થા અત્યારે ખરાબ પરિસ્થિતિમાં છે. જાણકારોના મત અનુસાર આગામી મહિનાઓમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. દુબઇમાં મોટા આયોજન કોરોના માહમારીના કારણે રદ્દ થઇ ચૂક્યા છે. 20 ઓક્ટોબર 2020ના આયોજિત દુબઇ એક્સપો પણ 2021 સુધી મુલતવી રાખવામા આવ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post