• Home
  • News
  • અમેરિકામાં જિયોની 5G ટેક્નોલોજીનું સક્સેસફુલ ટેસ્ટિંગ થયું, ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે અને યુઝર્સને 1Gbps સુધીની સ્પીડ મળશે
post

ભારતમાં હજી સુધી 5G ટેકનોલોજીનાં ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ અવેલેબલ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 15:56:32

રિલાયન્સ જિયોએ અમેરિકન ટેકનોલોજી કંપની ક્વાલકોમ સાથે મળીને અમેરિકામાં તેની 5G ટેક્નોલોજીનું સક્સેસફુલ ટેસ્ટિંગ કર્યું છે. અમેરિકાના સેન ડિએગોમાં યોજાયેલી એક વર્ચુઅલ ઇવેન્ટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ જિયોના પ્રમુખ મેથ્યુ ઓમાને ક્વાલકોમ ઇવેન્ટમાં કહ્યું કે, ક્વાલકોમ અને રિલાયન્સની સબ્સિડરી કંપની રેડિસિસ સાથે મળીને અમે 5G ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છીએ જેથી, તેને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરી શકાય.

1Gbps સુધીની સ્પીડ મળશે
જિયો અને ક્વાલકોમે જાહેરાત કરી કે તેમણે રિલાયન્સ જિયો 5GNR સોલ્યુશન્સ અને ક્વાલકોમ 5G RAN પ્લેટફોર્મ પર 1Gbpsથી વધુ સ્પીડ મેળવી લીધી છે. અત્યારે વિશ્વભરમાં અમેરિકા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મની જેવા દેશોના 5G ગ્રાહકોને 1Gbps ઇન્ટરનેટ સ્પીડની સુવિધા મળી રહી છે. હવે ટૂંક સમયમાં આ સુવિધા ભારતમાં પણ ઉપલબ્ધ થશે.

ક્વાલકોમે જિયોમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું
આ વર્ષે જુલાઈમાં, ક્વાલકોમ વેન્ચરનું ઇન્વેસ્ટમેન્ટ યૂનિટ ક્વાલકોમ ઇંકે જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી હચી. ક્વાલકોમે જિયો પ્લેટફોર્મ્સમાં 0.15% ભાગ માટે 730 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

જુલાઇમાં જ 5Gની ઘોષણા કરવામાં આવી હતી
લગભગ 3 મહિના પહેલાં જ 15 જુલાઈએ રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સામાન્ય જાહેર સભામાં 5G ટેક્નોલોજી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવેલી આ ટેક્નોલોજીને સોંપતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ જિયો 5G સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થતાં જ 5G ટેક્નોલોજીના ટેસ્ટિંગ માટે તૈયાર છે અને 5G ટેક્નોલોજીના સક્સેસફુલ ટેસ્ટિંગ પછી આ ટેક્નોલોજીના નિકાસ પર રિલાયન્સ ભાર મૂકશે.

ભારતમાં હજી 5G ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ અવેલેબલ નથી
ભારતમાં હજી 5G ટેક્નોલોજીના ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ અવેલેબલ નથી થઈ શક્યું. પરંતુ અમેરિકામાં રિલાયન્સ જિયોની 5G ટેક્નોલોજીનું સક્સેસફુલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ટેક્નોલોજીએ પોતાને બધા પેરામીટર્સ પર ઉત્તમ સાબિત કરી છે. ક્વાલકોમના વાઇસ પ્રેસિડન્ટ દુર્ગા મલ્લદીએ કહ્યું કે, જિયો સાથે મળીને અમે વિવિધ પ્રકારના સોલ્યુશન્સ તૈયાર કરી રહ્યા છીએ.

ઘણા દેશોએ ચીનની કંપની હુવાને પર પ્રતિબંધ લાદ્યો હતો
ઘણા દેશોએ કોરોના વાઇરસને કારણે ચીનની કંપની હુવાવે પર પ્રતિબંધ મૂક્યો છે. હુવાવે 5G ટેક્નોલોજી ડેવલપ કરનારી ચીનની કંપની છે. 5G ટેક્નોલેજીના સક્સેસફુલ ટેસ્ટિંગ પછી હવે રિલાયન્સ જિયો વિશ્વભરમાં ચીનની કંપનીની જગ્યા લઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post