• Home
  • News
  • ખાંડમીલો અને ખેડૂતોને રૂ. 3500 કરોડની નિકાસ સબસિડીને કેન્દ્ર સરકારની મંજૂરી
post

5 કરોડથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને દેવાનું ભારણ હળવુ કરવામાં મદદ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 11:41:59

કેન્દ્ર સરકારે ચાલુ માર્કેટેંગ વર્ષ 2020-21 દરમિયાન 60 લાખ ટન ખાંડનીન કાસ માટે સુગર મિલ્સને રૂ. 3500 કરોડની સબસિડી આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છએ. જેથી શેરડી પકવતાં ખેડૂતોના માથે રહેલા દેવાનો બોજ નાબૂદ થઇ શકે.

આ અંગે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીએ સબિસિડીની રકમ ખેડૂતોને ડાયરેક્ટ ચૂકવવામાં આવશે. 60 લાખ ટન ખાંડની નિકાસ ઉપર રૂ. 3500 કરોડની સબસિડીને મંજૂરી આપી દેવામાં આવી છે.

ખાંડ ઉદ્યોગ ઉપરાંત શેરડી પકવતાં ખેડૂતો વાર્ષિક 260 લાખ ટનની માગ સામે 310 લાખના સ્થાનિક ઉત્પાદનના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. આ જાહેરાતના પગલે દેશના 5 કરોડથી વધુ ખેડૂતોને લાભ થશે તેવું જાવડેકરે જણાવ્યું હતું.

ગત માર્કેટિંગ વર્ષ 2019-20 એટલે કે ઓક્ટોબરથી સપ્ટેમ્બર દરમિયાન સરકારે ટન દીઠ રૂ. 10448ની નિકાસ સબસિડી લેખે ખેડૂતોને રૂ. 6268 કરોડની રકમ ચૂકવી હતી.

મિલોએ 2019-20ની સિઝન (ઓક્ટોબર- સપ્ટેમ્બર) દરમિયાન 60 લાખ ટનના ફરજિયાત ક્વોટા સામે 57 લાખ ટન ખાંડની નિકાસ કરી હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે.

થાઇલેન્ડ અને બ્રાઝીલનું ઉત્પાદન ઘટશે
સરકાર ખાંડની નિકાસ સબસિડી ચાલુ રાખવા માગે છે કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતીય ખાંડની સારી ડિમાન્ડ છએ. થાઇલેન્ડમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન ઘટવાની ધારણા છે. જ્યારે બ્રાઝીલમાં એપ્રિલ-21 પછી જ પિલાણ ચાલુ થાય તેવી શક્યતા છે. તે જોતાં ભારત માટે નિકાસ માટેની તકો છે.


સુગર શેર્સમાં 7 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો
આ જાહેરાતના પગલે આજે પસંદગીના સુગર શેર્સમાં 7 ટકા સુધી ઉછાળાની સ્થિતિ જોવા મળી હતી. બીએસઇ ખાતે લિસ્ટેડ કુલ 36 સુગર શેર્સ પૈકી 19 સ્ક્રીપ્સમાં સુધારો અને 17 સ્ક્રીપ્સમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી હતી. કેએમ સુગર 5.29 ટકા, કેસીપી સુગર 3.26 ટકા, અવધ સુગર 3.09 ટકા ઘટ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post