• Home
  • News
  • જાપાનમાં ખુલી ગયો છે Super Mario Park, આ પાર્કમાં વર્ચ્યુલી મારિયોની દુનિયા માણી શકશો
post

જાપાનમાં એક એવો પાર્ક બનાવવામાં આવ્યો છે જેની થીમ સુપર મારિયો છે. જાપાનનાં ઓસાફામાં બનેલા આ પાર્કની મજા લઈને તમે સુપર મારિયોની દુનિયાને માણી શકશો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-30 10:46:06

ટોક્યોઃ ડિઝનીલેન્ડની વાતો તો ઘણીવાર સાંભળી હશે. ક્યારેક મુલાકાત પણ લીધી હશે. મુલાકાત ન લીધી હોય તો જે ડિઝનીલેન્ડ જઈ આવ્યુ હશે તેના મોંઢે વાતો તો સાંભળી જ હશે. જેવી રીતે બાળકોને મીકી માઉસ, સિન્ડ્રેલા, સ્નોવ્હાઈટ જેવા કાર્ટૂન કેરેક્ટર પસંદ હોય છે તેવી રીતે સુપર મારિયો પણ બાળકોમાં ફેવરિટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડિઝનીલેન્ડની જેમ મારિયોની થીમ પર પણ પાર્ક બની ગયુ છે.

જાપાનમાં એક એવો પાર્ક બનાવવામાં આવ્યો છે જેની થીમ સુપર મારિયો છે. જાપાનનાં ઓસાફામાં બનેલા આ પાર્કની મજા લઈને તમે સુપર મારિયોની દુનિયાને માણી શકશો. જાપાનમાં યૂનિવર્સલ સ્ટૂડિયો નામની એક ગેમ મેકર કંપની છે. આ કંપનીએ Nintendo Co. સાથે મળીને મારિયો થીમ પાર્ક બનાવ્યો છે. આ પાર્ક બનાવવા પાછળ 550 મિલિયન ડૉલરનો ખર્ચ થયો છે. આ પાર્કનું નામ Super Nintendo World રાખવામાં આવ્યું છે.

આ પાર્ક એક વીડિયો ગેમ જેવો છે. જેમાં મશરૂમ કિંગડમ, પીચનો કૈસલ અને મારિયો કાર્ટ જેવી ઘણીબધી વસ્તુઓ છે. મારિયોની ગેમમાં જેવી ધૂન વાગે છે તેવી જ ધૂન આ પાર્કમાં વાગતી રહે છે. સાથે જ અહીં આવતા વિઝિટર્સને રિસ્ટ બેન્ડ પણ આપવામાં આવે છે. આ બેન્ડની મદદથી તેઓ આસપાસની દુનિયા સાથે ઈન્ટેરેક્ટ થઈ શકે છે.

એટલુ જ નહીં આ પાર્કમાં બ્લોક્સને હિટ કરવા બદલ વિઝિટર્સને વર્ચ્યુલ કોઈન પણ મળે છે. સાથે જ મારિયો કાર્ટની સવારી કરવા પર વિઝિટર્સને વર્ચ્યુલ રિયાલિટી ચશ્મા આપવામાં આવે છે. યૂનિવર્સલ સ્ટૂડિયો દ્વારા જાપાનમાં આવેલા આ પાર્ક જેવો પાર્ક ઓરલેન્ડો, હોલીવુડ અને સિંગાપુરમાં પણ ખોલવાની તૈયારી ચાલી રહી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post