• Home
  • News
  • રિલાયન્સ Jioને સુપ્રીમની ફટકાર, પખવાડિયાની અંદર ટાટા ટેલિકોમને રૂ. 70 કરોડ ચૂકવવા આદેશ
post

ચીફ જસ્ટિસે રિલાયન્સ જિયોને પ્રશ્ન કર્યો હતો કે, બાકી લેણાં ન ચૂકવવા બદલ તેમની સામે કેમ કાર્યવાહી ન કરવી જોઇએ?

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-02 19:22:48

મુંબઇ: સુપ્રીમ કોર્ટે રિલાયન્સ જિયોને કેબલ લેન્ડિંગ સ્ટેશન યુઝેશ ચાર્જ પેટે બે સપ્તાહની અંદર રૂ. 70 કરોડ ટાટા કોમ્યુનિકેશન્સને ચૂકવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. રિલાયન્સ જિયોએ કેબલ લેન્ડિંગ સ્ટેશન યુઝેસ ચાર્જ પેટે રૂ. 147 કરોડ ટાટા ટેલિકોમને ચૂકવવાના ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલ (ટીડીએસએટી)ના આદેશની વિરુદ્ધની રિલાયન્સ જિયોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રિલાયન્સ જિયોને આ આદેશ કર્યો છે. 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમણા દ્વારા સુનાવણી કરવામાં આવી હતી, જેમાં રિલાયન્સ જિયોએ કહ્યું હતું કે, જો ટાટા ટેલિકોમ બાકી લેણાંની ચૂકવણી ન કરવાને કારણે યુઝર લાયસન્સ સસ્પેન્ડ કરે તો લાખો યુઝરોને મુશ્કેલી પડી શકે છે.  તો ટાટા ગ્રૂપના વકીલે કહ્યું હતું કે ભારતમાં બે સર્વિસ પ્રોવાઈડર્સ છે - ભારતી એરટેલ અને ટાટા ટેલિકોમ. "રિલાયન્સે આક્રમક વલણ અપનાવ્યા પછી એરટેલને ચૂકવણી કરી હતી, પરંતુ લોકડાઉન દરમિયાન ટાટાએ તેમની સાથે નરમ વર્તન કર્યુ આથી ચુકવણીમાં વિલંબ થયો હતો.

ચીફ જસ્ટિસે રિલાયન્સ જિયોને પ્રશ્ન કર્યો હતો કે, બાકી લેણાં ન ચૂકવવા બદલ તેમની સામે કેમ કાર્યવાહી ન કરવી જોઇએ? "લૉકડાઉન દરમિયાન સબ્સ્ક્રિપ્શન વધવા છતાં શા માટે ચૂકવણી ન કરી? તેવો પણ પ્રશ્ન પૂછ્યો હતો. ન્યાયાધીશે રિલાયન્સ જિયોની ઝાટકણી કાઢતા જણાવ્યુ કે, તમે પૈસા એકઠાં કરો છો પરંતુ અન્યને ચૂકવણી કરવા માંગતા નથી. આ કેસની વિગત મુજબ ટાટા ટેલિકોમ અને ભારતી એરટેલ દ્વારા 1લી જાન્યુઆરી 20213થી 27 નવેમ્બર 2018ના સમગાળા માટે કરાયેલી કેબલ લેન્ડિંગ સ્ટેશન યુઝેસ ચાર્જની માંગણીને રિલાયન્સ જિયો એ એપલેટ ટ્રિબ્યૂનલમાં પડકારી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post