• Home
  • News
  • મહિલા રેસલર્સની અરજી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, કેસમાં વધુ સુનાવણી શુક્રવારે
post

મહિલા રેસલર્સે બ્રિજભૂષણ સિંહ વિરુધ સોમવારે FIR નોંધવા માટે અરજી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-25 18:16:51

દિલ્હીના જંતર-મંતર ખાતે મહિલા રેસલર્સનાં ધરણાં પરનો આજે ત્રીજા દિવસે ચાલે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે 7 મહિલા કુસ્તીબાજની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે. કોર્ટે કહ્યું હતું કે, કુસ્તીબાજોએ અરજીમાં જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. જેને ધ્યાને લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટ આ મામલે શુક્રવારે આગળ સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે FIR ન નોંધવા બદલ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી 

CJI DY ચંદ્રચૂડે પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR ન નોંધવા બદલ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે.  7 મહિલા કુસ્તીબાજઓએ  સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુધ સોમવારે FIR નોંધવા માટે અરજી કરી હતી.

કુસ્તીબાજોના સમર્થનમાં ખેડૂતો જોડાયા 

સોનીપતના ખેડૂતોનું એક જૂથ પણ આ વિરોધમાં કુસ્તીબાજોના સમર્થન માટે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યું છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, જ્યાં સુધી WFI ચીફ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હીથી પાછા નહીં ફરે. તેમણે કહ્યું કે, લાખો ખેડૂતો જંતર-મંતર પર ધામા નાખશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post